Weather Update: ભારતના આ રાજ્યોમાં 15 એપ્રિલથી લાગશે લૂ, આ વિસ્તારમાં વરસાદની સંભાવના

ઉત્તર-પશ્ચિમ ભારતના અમુક ભાગોમાં શુક્રવાર એટલે કે 15 એપ્રિલથી લૂ લાગવાની સંભાવના છે.

નવી દિલ્લીઃ ઉત્તર-પશ્ચિમ ભારતના અમુક ભાગોમાં શુક્રવાર એટલે કે 15 એપ્રિલથી લૂ લાગવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)ના જણાવ્યા અનુસાર, 15 એપ્રિલથી ઉત્તર-પશ્ચિમી ભારત અને મધ્ય પ્રદેશના અલગ-અલગ ભાગોમાં હીટવેવની સ્થિતિ થવાની સંભાવના છે. હવામાન વિભાગે એક નિવેદનમાં કહ્યુ, '13, 16 અને 17 એપ્રિલે પૂર્વ મધ્ય પ્રદેશમાં અલગ-અલગ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ જોવા મળશે.'

જાણો કયા રાજ્યોમાં કેવુ હશે તાપમાન

જાણો કયા રાજ્યોમાં કેવુ હશે તાપમાન

13 અને 14 એપ્રિલે બિહારમાં લૂ લાગશે. વળી, 13થી 15 એપ્રિલ સુધી ઝારખંડમાં, 15થી 17 એપ્રિલ દરમિયાન પશ્ચિમ એપ્રિલ પશ્ચિમ રાજસ્થાનમાં, ગુજરાતમાં 15 ને 16 એપ્રિલે, હરિયાણામાં-દિલ્લી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 16 અને 17 એપ્રિલે લૂ લાગવાની સંભાવના છે. વળી, પંજાબમાં 17 એપ્રિલે હીટવેવ જોવા મળશે.

આવતા 24 કલાક કેવુ રહેશે હવામાન

આવતા 24 કલાક કેવુ રહેશે હવામાન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના અમુક ભાગોમાં મહત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવવાની સંભાવના છે અને ત્યારબાદ બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. ગુજરાતમાં 16 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે. આ દરમિયાન મધ્ય ભારતના મોટાભાગના હિસ્સામાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે.

આ રાજ્યોમાં આગલા 5 દિવસ થશે વરસાદ

આ રાજ્યોમાં આગલા 5 દિવસ થશે વરસાદ

આ દરમિયાન આઈએમડીએ આગલા પાંચ દિવસ દરમિયાન ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ-સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ-મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ-ત્રિપુરામાં ગાજવીજ અને વીજળી સાથે વ્યાપક વરસાદની ભવિષ્યવાણી કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X