For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: દિલ્લી સહિત ઉત્તર ભારતમાં લૂથી રાહત નહિ, આસામ-અરુણાચલ પ્રદેશમાં વરસાદનુ અનુમાન

દિલ્લી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે અને લૂની સ્થિતિ યથાવત છે. જાણો હવામાન અપડેટ..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે અને લૂની સ્થિતિ યથાવત છે. જો કે, છેલ્લા બે દિવસ દરમિયાન અમુક રાજ્યોમાં પ્રી-મોનસુનની સ્થિતિને જોઈ શકાય છે. પરંતુ ભીષણ ગરમીથી તત્કાલ રાહત નહિ મળે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ(આઈએમડી)ના જણાવ્યા મુજબ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે પરંતુ લૂનો પ્રકોપ યથાવત રહેશે. આઈએમડીના જણાવ્યા મુજબ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ, ગુજરાત, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ભીષણ લૂ લાગવાની સંભાવના છે.

આ રાજ્યોમાં પડશે ભીષણ ગરમી

આ રાજ્યોમાં પડશે ભીષણ ગરમી

આગલા 3થી 4 દિવસ દરમિયાન ઉત્તર અને પશ્ચિમ ભારતમાં લૂની સ્થિતિ યથાવત રહેશે. પંજાબ, હરિયાણા-ચંદીગઢ અને દિલ્લીમાં 16 એપ્રિલ સુધી અલગ-અલગ વિસ્તારોમાં લૂની સ્થિતિ જળવાઈ રહેશે. પશ્ચિમી રાજસ્થાન અને પશ્ચિમી રાજસ્થાનના અમુક ભાગોમાં 17 એપ્રિલ સુધી લોકો ગરમીથી પરેશાન રહેશે. આ ઉપરાંત પશ્ચિમી ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં લૂની સ્થિતિ યથાવત રહેશે. પૂર્વ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ તાપમાનમાં વધારો થવા જઈ રહ્યો છે.

આ રાજ્યોમાં વરસાદનુ એલર્ટ

આ રાજ્યોમાં વરસાદનુ એલર્ટ

વળી, ઉત્તર-પૂર્વ રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આવતા 24 કલાક દરમિયાન આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયના અમુક ભાગોમમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વોત્તર ભારતના બાકીના ભાગો કેરળ, તમિલનાડુ, દક્ષિણ કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

પહાડી વિસ્તારોમાં કેવુ રહેશે તાપમાન

પહાડી વિસ્તારોમાં કેવુ રહેશે તાપમાન

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને લદ્દાખમાં પણ અમુક જગ્યાઓએ વરસાદની સ્થિતિ બની ગઈ છે. બીજી તરફ છત્તીસગઢ, દક્ષિણ ઓરિસ્સા, ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદનુ અનુમાન છે.

દેશમાં વરસાદ માપવા માટે IMDએ અપનાવી આ રીત

દેશમાં વરસાદ માપવા માટે IMDએ અપનાવી આ રીત

ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)એ 1971-2021ના આંકડાઓના આધારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે એક નવુ અખિલ ભારતીય સામાન્ય વર્ષા માનદંડ '868.6 મિમી' જાહેર કરવામાં આવ્યુ છે જેનો ઉપયોગ દેશમાં વરસાદને માપવા માટે કરવામાં આવશે. આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યુ કે આ નવો માનદંડ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના હવામાન માટે લગભગ 87 સેમી રાખવામાં આવ્યો છે કે જે 1961-2010ના વર્ષાના આંકડાના આધારે ગણતરી કરવામાં આવી છે.

English summary
Weather Update: Heatwave in north india, rainfall predicted in north-eastern states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X