Weather Update: ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના

Weather Update: દેશભરમાં ચોમાસુ સક્રિય થઈ ગયા બાદ હાલમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા અમુક દિવસોમાં ઉત્તરથી દક્ષિણ સુધી સારા વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો, કોંકણ અને ગોવામાં આગલા 5 દિવસો દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. 6 જૂનના રોજ ગુજરાતમાં વરસાદની સંભાવના છે.

rain

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ દિલ્હીમાં આજે પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને મંગળવારથી હવામાનમાં ફેરફાર જોવા મળશે. IMD એ આજે ​​પણ અહીં 'યલો એલર્ટ' જાહેર કર્યું છે, પરંતુ આજે વરસાદ દરમિયાન પવન ફૂંકાશે, જેથી લોકોને ભેજથી રાહત મળશે.

દિલ્હીમાં સતત વરસાદને કારણે અહીંના તાપમાનમાં લગભગ 5 થી 7 ડિગ્રીનો ઘટાડો થયો છે અને આજે પણ મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે સતત વરસાદને કારણે દિલ્હીની હવામાં પ્રદૂષણ પણ ઘણું ઓછું થઈ ગયું છે.

આજે પણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા-કોંકણ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, સિક્કિમ, મિઝોરમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

પૂરની સ્થિતિનો સામનો કરી રહેલા આસામમાં ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે, ત્યારે પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહેલા ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કરવામાં આવ્યું છે.

સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આજે સિક્કિમ, આસામ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, તટીય મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક અને કેરળમાં મધ્યમ વરસાદ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે દેશના 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જૂનમાં વરસાદ ઓછો થયો છે. જો કે, જુલાઈમાં સમગ્ર દેશમાં સરેરાશ માસિક વર્ષા સામાન્ય(એલપીએનો 94થી 106 ટકા) રહેવાનુ અનુમાન છે તેમ આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ અગાઉ જણાવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X