Weather Update : આ રાજ્યોમાં 18 મે સુધી થશે ભારે વરસાદ, ઘણા રાજ્યોમાં હીટવેવ એલર્ટ
Weather Update : ભારતીય હવામાન વિભાગ દ્વારા 18 મે સુધી ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે પૂર્વત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી પૂર્વત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાત સહીત ઘણા રાજ્યોમાં હીટવેવ એલર્ટ આપવામાં આવ્યું છે.
અરુણાચલ પ્રદેશમાં 15 થી 16 મેના રોજ અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આવા સમયે, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 15 થી 18 મે દરમિયાન વરસાદ પડશે.

આસામ, મેઘાલયમાં 15, 16 અને 18 મે સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, 15 થી 17 મે દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં હીટવેવની ચેતવણી - આગામી 3 દિવસ દરમિયાન પૂર્વ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આજે મેના રોજ પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભમાં હીટવેવની સંભાવના છે.
15 થી 17 મે દરમિયાન, ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળમાં 16 મેના રોજ હીટ વેવની સ્થિતિ ચાલુ રહેશે. ભેજવાળી હવા અને ઊંચા તાપમાનને કારણે આજે કોંકણ અને ગુજરાતના દરિયાકાંઠે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે.
કેવું રહેશે દિલ્હીમાં હવામાન? - ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારના રોજ લઘુત્તમ તાપમાન 25.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે હતું, પરંતુ આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. દિલ્હીમાં એક સપ્તાહમાં હીટવેવની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
