Weather Update: બર્ફીલા પવનોથી વધી ઠંડી, કાશ્મીરમાં -5 ડિગ્રી, યુપીના 69 જિલ્લાઓમાં એલર્ટ
Weather Update: કડકડતી ઠંડી વચ્ચે પહાડો પરથી આવતા જોરદાર બર્ફીલા પવનોને કારણે દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ઠંડીનો કહેર વધી ગયો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કાશ્મીરમાં બરફ જામી રહ્યો છે. અહીં તાપમાન શૂન્યથી પાંચ ડિગ્રી નીચે નોંધાયું હતું. હવામાન વિભાગે યુપીના 69 જિલ્લામાં ઠંડીને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તર પ્રદેશમાં હાલ ગાત્રો થીજવતી ઠંડી અટરવાની નથી. યુપીના ઘણા જિલ્લામાં સૂર્યપ્રકાશ પણ નથી દેખાતો. આ દરમિયાન ઠંડા પવનોને કારણે યુપીના લોકો ઠંડીથી ધ્રુજી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે સપ્તાહથી શીતલહેરનો પ્રકોપ ચાલી રહ્યો છે. ગાઢ ધૂમ્મસના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં દિવસભર ધૂમ્મસ હટતું નથી.

હવામાન વિભાગની આગાહી મુજબ 12થી 16 જાન્યુઆરી સુધી મહત્તમ તાપમાન 17થી 18 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7થી 8 ડિગ્રી રહી શકે છે અને દિવસમાં આકાશ આંશિક વાદળછાયુ રહેશે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર, 12થી 13 જાન્યુઆરીની વચ્ચે ઉત્તરીય પર્વતો પરથી જોરદાર પવન ફૂંકાશે. જ્યારે 16 અને 17 જાન્યુઆરીએ ઠંડીથી થોડી રાહત મળવાની આશા છે.
આ અઠવાડિયે છેલ્લા બે દિવસથી યુપીના ઘણા જિલ્લાઓમાં શીત લહેર ચાલુ છે. હવામાન વિભાગે રાજ્યના 69 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. બુધવાર અને ગુરુવારે રાજધાની લખનઉ, વારાણસી, પ્રયાગરાજ, ગાઝિયાબાદ, મેરઠ, નોઈડા, કાનપુર, મુરાદાબાદ, ગ્રેટર નોઈડા, મુઝફ્ફરનગર, હાપુડ, બરેલી સહિત ઘણા જિલ્લાઓમાં શીત લહેર ચાલુ છે. બાંદા, ચિત્રકૂટ, કૌશાંબી, પ્રયાગરાજ, ફતેહપુર, પ્રતાપગઢ, મિર્ઝાપુર, વારાણસી, સંત રવિદાસ નગર, કાનપુર દેહાત, કાનપુર નગર, રાયબરેલી, અમેઠી, આગ્રા, ઈટાવા, ઔરૈયા, જાલૌન, હમીરપુર, મહોબા, ઝાંસી, લલિતપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ગાઢથી અતિ ગાઢ ધૂમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સોનભદ્ર, ચંદૌલી, જૌનપુર, ગાઝીપુર, આઝમગઢ, મૌ, બલિયા, દેવરિયા, ગોરખપુર, સંત કબીરનગર, બસ્તી, કુશીનગર, મહારાજગંજ, સિદ્ધાર્થનગર, ગોંડા, બલરામપુર, શ્રાવસ્તી, બહરાઈચ, લખીમપુર ખેરી, સીતાપુર, હરદોઈ, ફર્રૂખાબાદ, ઉન્નાબાદ લખનૌ, બારાબંકી, સુલતાનપુર, અયોધ્યા, આંબેડકરનગર, સહારનપુર, શામલી, મુઝફ્ફરનગર, મેરઠ, મથુરા, હાથરસ, કાસગંજ, એટા, ફિરોઝાબાદ, મૈનપુરી, બિજનૌર, અમરોહા, મુરાદાબાદ, રામપુર, બરેલી, પીલીભીત, શાહજહાંપુર, સંભલ અને તેની આસપાસના વિસ્તારોમાં ધૂમ્મસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં હવામાન વિભાગે થોડી રાહતની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સવારે આછું ધૂમ્મસ અને બપોરે આંશિક વાદળછાયું આકાશ રહી શકે છે. પવનની ઝડપ પ્રતિ કલાક ચાર કિમી સુધી રહેવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 19 અને લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
કડકડતી ઠંડી વચ્ચે દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર પણ વધી ગયું છે. અહીં એર ક્વૉલિટી ઈન્ડેક્સ (AQI) નબળી શ્રેણીમાં છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, ગુરુવારે સરેરાશ AQI 331 હતો, જે નિર્ધારિત ધોરણ કરતાં 12.5 ગણો વધારે છે. બુધવારે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 273 હતો. ઈન્ડેક્સમાં 24 કલાકમાં 70 પોઈન્ટનો સુધારો થયો છે.
દિલ્હી એનસીઆર ઉપરાંત પંજાબ, હરિયાણા અને ચંદીગઢ, કાશ્મીરમાં પણ ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારોમાંથી બર્ફીલા પવનો કહેર વરસાવી રહી છે. ધૂમ્મસ ઉત્તર પશ્ચિમમાં ઉપરની તરફ રહે છે. જેના કારણે ઠંડા પવનો ઉપર ઉઠી શકતા નથી.












Click it and Unblock the Notifications
