Weather Update: કમોસમી વરસાદ પછી હવે ગરમીનો પ્રકોપ શરુ, ઘણા રાજ્યોમાં હીટવેવનુ એલર્ટ
Weather Update: કમોસમી વરસાદ બાદ દેશના અનેક રાજ્યોમાં ગરમીએ પોતાનો પ્રકોપ શરુ થઈ ગયો છે. દિલ્હી-એનસીઆરમાં ચાલી રહેલી હીટ વેવ (લૂ)ને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.તાપમાન વધવાની સાથે આકરી ગરમી પણ લોકોને પરેશાન કરશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે રાજધાની દિલ્હીમાં શુક્રવારથી તાપમાન 40 ડિગ્રીને પાર કરી જશે.

આઈએમડીના જણાવ્યા મુજબ 11 મેના રોજ મોટાભાગના રાજ્યોમાં વરસાદની કોઈ સંભાવના નથી અને હવામાન સ્વચ્છ રહેશે. IMD તરફથી મળેલી માહિતી અનુસાર, 13 અને 14 મેના રોજ દેશના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે, પરંતુ તાપમાનમાં કોઈ ઘટાડો થશે નહીં.
11મી મેને ગુરુવારે આકાશ આંશિક વાદળછાયું રહી શકે છે અને મહત્તમ તાપમાન વધીને 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી રહી શકે છે. જોકે, હવામાન વિભાગે 14 મેના રોજ વાવાઝોડાની આગાહી કરી છે. સાથે જ કહ્યું કે પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે.
હવામાનની ખાનગી એજન્સી સ્કાયમેટના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, પૂર્વ ભારતમાં દિવસનું તાપમાન ધીમે ધીમે વધશે. ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહી શકે છે. ઉત્તર પ્રદેશમાં કમોસમી વરસાદનો સમયગાળો પણ સમાપ્ત થઈ ગયો છે અને હવામાન ફરી એકવાર ગરમ થઈ ગયુ છે.
હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ગરમ પવનોને કારણે લોકોને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરાખંડમાં પણ આગામી એક-બે દિવસમાં હવામાન શુષ્ક રહી શકે છે. બિહારના ઘણા જિલ્લાઓનુ તાપમાન 42 ડિગ્રીને પાર કરી ગયુ છે.












Click it and Unblock the Notifications
