Weather Update: યુપી-બિહાર અને ઝારખંડમાં પડશે કરા, આ રાજ્યોમાં થશે હળવો વરસાદ, જાણો દિલ્લીની સ્થિતિ
Weather Update: હવામાન વિભાગે આગામી ત્રણ દિવસના હવામાન અંગે અપડેટ જાહેર કરી છે. આ ચાર દિવસમાં હવામાન કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગે આપી છે. 13 થી 15 ફેબ્રુઆરી સુધીના હવામાન અંગે અપડેટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13થી 15 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલના પહાડી વિસ્તારોમાં શીત લહેર અને હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડને લઈને પણ અપડેટ જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, પૂર્વી યુપી, બિહાર, ઝારખંડમાં ભારે કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તેમણે એવી પણ આગાહી કરી છે કે 13 ફેબ્રુઆરીએ હળવા વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. જેના કારણે હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં કોલ્ડવેવ આવી શકે છે. કોલ્ડવેવના કારણે લોકોને વધુ ઠંડીનો સામનો કરવો પડી શકે છે. આ રાજ્યોમાં હળવો વરસાદ પણ પડી શકે છે.
જેના કારણે તાપમાન ઘટી શકે છે. વળી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે આકાશ સ્વચ્છ રહેશે. દિલ્હીમાં આજે તાપમાન લઘુત્તમ 11 અને મહત્તમ 23 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. બિહારની રાજધાની પટનામાં પણ આકાશ સ્વચ્છ રહેશે. પટનામાં આજે લઘુત્તમ તાપમાન 17 થી મહત્તમ 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.
बिहार में 13 फरवरी 2024 को छिटपुट ओलावृष्टि की संभावना है।#HailstormWeather #HailstormWeatherupdate #BiharHailstorm@AAI_Official @dgcaindia @railminindia@nhai_official @moesgoi @DDNewslive@ndmaindia @airnewsalerts @NitishKumar@imd_patna pic.twitter.com/7w3qCigDAH
— India Meteorological Department (@Indiametdept) February 12, 2024
Isolated hailstorm Likely over East Uttar Pradesh on13th february 2024.#HailstormWeather #HailstormWeatherupdate #UttarPradeshHailstorm@AAI_Official @dgcaindia @railminindia@nhai_official @moesgoi @DDNewslive@ndmaindia @airnewsalerts pic.twitter.com/Jw79TCRQD8
— India Meteorological Department (@Indiametdept) February 12, 2024












Click it and Unblock the Notifications
