Weather Update: ગુજરાત-યુપી સહિત આ જગ્યાએ હળવાથી મધ્યમ, કેરળ-કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના

Weather Update: દેશમાં ઘણા ભાગોમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં વરસાદ સાથે ભૂસ્ખલનના સમાચાર છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ બની ગઈ હતી. IMD એ આજે ​​દિલ્હી-NCRમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં આખું અઠવાડિયું વાતાવરણ વાદળછાયુ રહેશે અને વરસાદ દરમિયાન પવન ફૂંકાશે અને લોકોને ઉકળાટથી રાહત મળશે. દિલ્હીમાં અવિરત વરસાદને કારણે અહીંના તાપમાનમાં લગભગ 5થી 7 ડિગ્રીનો ઘટાડો થયો છે અને આજે પણ મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

rain

માત્ર દિલ્હીમાં જ નહીં આજે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા-કોંકણ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, સિક્કિમમાં વરસાદ જોવા મળશે. ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને આસામમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યુ છે, આજે પણ ઉત્તરાખંડ અને હિમાચલમાં હવામાન ખૂબ જ ખરાબ રહેવાનું છે અને તેથી જ IMDએ અહીં એલર્ટ જાહેર કર્યું છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આજે પૂર્વોત્તર ભારત, આંદામાન અને નિકોબાર ટાપુઓ, દક્ષિણ ગુજરાત, તટીય આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને તમિલનાડુમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે (વેધર અપડેટ ટુડે). કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં આજે ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર એક અને અરબ સાગર પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X