Weather Update: ઠંડીથી કોઈ રાહત નહિ, હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વરસાદ માટે આપ્યુ એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે ઘણા રાજ્યોમાં હળવો વરસાદ થઈ શકે છે. વરસાદના કારણે આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં વરસાદના કારણે ઠંડી વધી શકે છે અને તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાનમાં આ મોટા ફેરફાર થઈ શકે છે.

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને પંજાબમાં શીત લહેર યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, પૂર્વ રાજસ્થાન, બિહાર, ઝારખંડ, પૂર્વોત્તર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઘણા ભાગોમાં લઘુત્તમ પારો 7થી 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
આ સાથે પંજાબમાં ગાઢ ધૂમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે પંજાબના અનેક જિલ્લાઓમાં ગાઢ ધૂમ્મસની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં આગામી 24 કલાક સુધી ગાઢ ધૂમ્મસ છવાયેલ રહેવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે બિહારમાં 29 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી તીવ્ર ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે યુપીના વિવિધ ભાગો અને પૂર્વ યુપીના ઘણા જિલ્લાઓમાં 30 ડિગ્રી સેલ્સિયસથી તીવ્ર ઠંડી પડી શકે છે. આગામી એક સપ્તાહની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવા વરસાદની સાથે હિમવર્ષા થવાની સંભાવના છે. 1થી 2 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર પંજાબના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
