For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: આ રાજ્યોમાં વરસાદ માટે અપાયુ ઓરેન્જ અને યલો એલર્ટ, જાણો દિલ્લી ક્યારે પહોંચશે ચોમાસુ?

હવામાન વિભાગ દ્વારા દેશના અમુક રાજ્યોમાં વરસાદ માટે ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ચોમાસામાં વિલંબ થવાના કારણે દેશમાં ઘણા રાજ્યોમાં લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હવે હવામાન વિભાગનુ કહેવુ છે કે દિલ્લીમાં ચોમાસુ 10-11 જુલાઈ સુધીમાં દસ્તક દેશે. આઈએમડીનુ કહેવુ છે કે 7 જુલાઈ બાદ બંગાળની ખાડીથી આવતી હવાઓ નૉર્થ ઈન્ડિયા પહોંચવા લાગશે જેનાથી નબળા પડેલા ચોમાસાને તાકાત મળશે અને તે સ્પીડ પકડશે. જેના પરિણામે 10 જુલાઈ સુધીમાં ચોમાસુ દિલ્લી પહોંચી જશે. હવામાન વિભાગે એ પણ કહ્યુ છે કે દિલ્લીમાં ચોમાસુ મોડુ છે પરંતુ અહીં પ્રી-મોનસુન ગતિવધિઓ ચાલુ રહેશે જેના કારણે ક્યારેક-ક્યારેક હળવો વરસાદ થતો રહેશે પરંતુ જ્યાં સુધી દિલ્લીમાં ચોમાસુ પૂર્ણપણે પહોંચી ન જાય ત્યાં સુધી દિલ્લીમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.

ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ

ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તેમના જણાવ્યા મુજબ દહેરાદૂન, નૈનીતાલ, પૌડી, બાગેશ્વર અને પિથોરાગઢમાં આજે ભારે વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે જ્યારે દક્ષિણમાં પણ ભારે વરસાદની સંભાવના છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

વરસાદના કારણે પૂરની સ્થિતિ

વરસાદના કારણે પૂરની સ્થિતિ

બિહારમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. દરભંગાના ગામ હાલમાં સૌથી વધુ પ્રભાવિત છે. વળી, આવતા 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢમાં ભારે વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે.

સ્કાઈમેટે કહી આ વાત

સ્કાઈમેટે કહી આ વાત

સ્કાઈમેટના જણાવ્યા મુજબ આગલા 24 કલાક દરમિયાન બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશના અમુક ભાગોમાં તેજ વરસાદ જોવા મળી શકે છે. વરસાદ દરમિયાન ઝડપી પવન પણ ફૂંકાઈ શકે છે. વળી, ક્યાંક-ક્યાંક વીજળીના કડાકા થવાની પણ સંભાવના છે.

English summary
Weather Update: Orange alert in Uttarakhand, Monsoon likely to reach Delhi around 10th July.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X