Weather Update: ઉત્તર ભારતમાં વરસાદની સંભાવના, દિલ્લી-એનસીઆરમાં ગરમીથી રાહત

Weather Update: ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણામાં આજે એટલે કે 24 મે અને 25 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુરુવારે ઉત્તર ભારતમાં આંધી, વીજળી અને કરા પડી શકે છે. હવામાન વિભાગ તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે દિલ્હી-એનસીઆરમાં આજે કરા, આંધી, વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થઈ શકે છે.

rain

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વી રાજ્યો આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ અને સિક્કિમમાં શુક્રવાર સુધી વરસાદ પડી શકે છે. આ સિવાય રાજસ્થાનમાં બુધવાર અને ગુરુવારે આંધી અને વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી ચેતવણી બાદ પાકને નુકસાન થવાનુ જોખમ વધી ગયુ છે. વિઝિબિલિટીમાં ઘટાડો થઈ શકે છે. કાચા મકાનો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

હવામાન વિભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાંથી કેરળમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ ઇડુક્કી અને પથાનમથિટ્ટા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

તમને જણાવી દઈએ કે મંગળવારે ભારે વરસાદને કારણે કર્ણાટકમાં અત્યાર સુધીમાં 52 લોકોએ જીવ ગુમાવ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે ચોમાસા પહેલાના વરસાદમાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે સંપત્તિને પણ નુકસાન થયું છે.

તેમણે અધિકારીઓને લોકોને તાત્કાલિક રાહત આપવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જો જવાબદારી નિભાવવામાં ક્ષતિ જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X