Weather Update: ઉત્તર-પશ્ચિમ ભારતમાં કરા-વરસાદ, આજે પણ ઘણા રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ
ભારતીય હવામાન વિભાગે આજે સોમવારે પણ ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ કરાવૃષ્ટિ અને ભારે પવન માટે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે.

Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હાલમાં સમગ્ર દેશમાં ઠેર-ઠેર વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા અમુક દિવસોથી વાતાવરણમાં પલટો આવતા ઘણા રાજ્યોમાં ભર ઉનાળે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગે આજે સોમવારે પણ ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ કરાવૃષ્ટિ અને ભારે પવન માટે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે.

દિલ્લીમાં વરસાદ અને કરા
રાજધાની દિલ્લીમાં રવિવારે પણ કરાવૃષ્ટિ થઈ. જેના કારણે તાપમાન સામાન્યથી એક ડિગ્રી ઘટીને 15.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. દિલ્લીમાં અલગ-અલગ સ્થળોએ 30-40 કિમીની ઝડપે પવન સાથે આંધી, કરાવૃષ્ટિ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી, અહીં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાનુ અનુમાન છે. હવામાન વિભાગે દિલ્લી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં કરાવૃષ્ટિની આગાહી કરી છે.
|
રાજસ્થાનમાં કરા, ગુજરાતમાં પણ પુષ્કળ વરસાદ
યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, કોંકણ-ગોવા, મહારાષ્ટ્રમાં પુષ્કળ વરસાદ થયો છે, રાજસ્થાનમાં કરા પડ્યા છે. રાજસ્થાનમાં 22 માર્ચ સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક અને હિમાચલમાં હવામાન શુષ્ક રહેવાનુ છે, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં આજે પણ હળવા વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશના શિમલામાં પણ રવિવારે વરસાદ થયો. છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લામાં વિજળી પડવાથી બે છોકરીઓના મોત થઈ ગયા. ઝારખંડમાં પણ 20થી 25 માર્ચ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે.

કમોસમી વરસાદથી ઉભા પાકને નુકશાન
હવામાન વિભાગના પ્રાદેશિક આગાહી કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યુ હતુ કે ઉત્તર પશ્ચિમ ભારતમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ અને કરા પડી રહ્યા છે. તેમણે કહ્યું કે રવિવારથી આ ક્ષેત્રને અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરવાનુ શરૂ કરશે. 21 માર્ચ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને વચ્ચે-વચ્ચે વરસાદ ચાલુ રહેશે. 20 માર્ચે વરસાદ ચરમ પર રહેવાની આગાહી કરવામાં આવી છે. સોમવારે દિલ્લી-એનસીઆર સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના ભાગોમાં કરા પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે ભારે પવન અને કરા વાવાઝોડા, બાગાયત અને ઉભા પાકને નુકસાન પહોંચાડી શકે છે.












Click it and Unblock the Notifications
