Weather Update: ક્યાંક વરસાદ તો ક્યાંક લૂ, તાપમાન હજુ ઘટશે, IMDએ અહીં આપ્યુ વરસાદનુ એલર્ટ

Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દિલ્લી-એનસીઆરમાં ફરીથી વરસાદ થશે. વિભાગે આના માટે એલર્ટ જાહેર કર્યુ છે. તમને જણાવી દઈએ કે દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલમાં ઘણી રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. જેના પરિણામે હીટવેવથી થોડી રાહત મળી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં ગુરુવાર(27 એપ્રિલ)થી વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળી શકે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

rain

આજે દિલ્લીમાં મહત્તમ તાપમાન 35થી 38 ડિગ્રી રહી શકે છે. સતત વરસાદને કારણે દિલ્લીના પ્રદૂષણમાં ઘટાડો થયો છે. નોઇડામાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને ગુરુગ્રામમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાનુ અનુમાન છે.

હવામાન વિભાગ અનુસાર બિહાર, યુપી, કેરળ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્રપ્રદેશમાં આજે હળવો વરસાદ પડી શકે છે જેના પરિણામે લોકોને ગરમીથી રાહત મળશે. પહાડોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. આગામી ત્રણ દિવસમાં પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.

ઉત્તરાખંડમાં કેદારનાથના કપાટ આજે ખુલ્લા છે પરંતુ વરસાદ અને હિમવર્ષાના કારણે યાત્રાળુઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં, હવામાન વિભાગની માર્ગદર્શિકા મુસાફરો માટે જાહેર કરવામાં આવી છે. જ્યારે આજે પણ ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢમાં વાવાઝોડાની સંભાવના છે અને ભારે પવન સાથે વીજળીના ચમકારાની સંભાવના છે.

ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા અનુસાર આજે પૂર્વોત્તરના રાજ્યો કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે યુપી-બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં પણ વરસાદની અસર જોવા મળશે, જ્યારે મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પણ વરસાદ પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X