Weather Update: દિલ્લી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના, યલો એલર્ટ અપાયુ

આગલા પાંચ દિવસ સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અહીં જાણો દેશનુ લેટેસ્ટ હવામાન.

rain

Weather Update: ભારતીય હવામાન વિભાગે આજે દિલ્લી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. વળી, આ સાથે ભારે પવનો પણ ફૂંકાઈ શકે છે. વરસાદના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થશે. આગલા પાંચ દિવસ સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દિલ્લી-એનસીઆરમાં એલર્ટ

દિલ્લી-એનસીઆરમાં એલર્ટ

આજે નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદમાં પણ વરસાદની આગાહી છે અને આ માટે IMDએ ગઈકાલથી અહીં એલર્ટ જાહેર કર્યુ છે. હાલમાં રાજધાનીમાં વાદળછાયુ વાતાવરણ છે, આજે પણ અહીં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.નોઈડામાં આજે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી, ગાઝિયાબાદમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ગુરુગ્રામમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી તેમજ મહત્તમ તાપમાન 28 ડિગ્રીરહેવાની ધારણા છે.

આ જગ્યાએ વરસાદની સંભાવના

યુપી, દિલ્લી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડ્યાની જાણ કરવામાં આવી હતી. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પર્વતીય રાજ્યોના ભાગોમાં પણ હિમવર્ષા થઈ છે. યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, કોંકણ-ગોવા, મહારાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ ચાલુ છે. જ્યારે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકનું હવામાન શુષ્ક રહેશે અને હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં વરસાદ પડી શકે છે.

તેલંગાણામાં ઓરેન્જ એલર્ટ

હૈદરાબાદના વિકરાબાદ જિલ્લા, મારપલ્લી ગામ, તેલંગાણાના ઝહીરાબાદના ભાગોમાં ભારે પવન અને કરા સાથે ભારે વરસાદ થયો હતો. અગાઉ, હવામાન વિભાગે અમુક સ્થળોએ ભારે પવન અને કરા પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સમગ્ર તેલંગાણામાં આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ હતુ. હવામાનની ખાનગી સંસ્થા સ્કાયમેટ મુજબ આજથી ઘણા રાજ્યોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીઝ શરૂ થશે, જેના કારણે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે. તાપમાન ઘટશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X