Weather Update: દેશના 21 રાજ્યોમાં આંધી સાથે વરસાદની સંભાવના, IMDએ આપ્યુ એલર્ટ
Weather Update: હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હી-એનસીઆરમાં આજે વાવાઝોડાની સંભાવના છે, જેના કારણે અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં વરસાદનુ સંભાવના છે, બુધવાર પછી અહીંનુ હવામાન સૂકુ રહેવાનુ છે.
દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં 1.8 મીમી વરસાદ નોંધાયો હતો. આઈએમડી મુજબ આજે દિલ્લીનુ મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહી શકે છે. હવામાન વિભાગે આજે દિલ્લી-એનસીઆર સહિત દેશના 21 રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 29 મે એટલે કે સોમવારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને હરિયાણાના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કરા પડવાની તેમજ વાવાઝોડાની પણ સંભાવના છે. પંજાબ અને ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા છે.
આઈએમડી મુજબ 29 મેના રોજ એક નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતને પ્રભાવિત કરી શકે છે. આની અસરથી આગલા અમુક દિવસો સુધી ઘણી જગ્યાએ હવામાન પર અસર થઈ શકે છે.
અંદમાન અને નિકોબાર, ગંગીય પશ્ચિમ બંગાળ, ચંદીગઢ, પંજાબ, ગુજરાત, તેલંગાના, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ તેમજ લક્ષદ્વીપમાં વીજળીના કડાકા, વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે.
હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાઈમેટના જણાવ્યા મુજબ હરિયાણા, પશ્ચિમ હિમાલયના અમુક ભાગો અને દિલ્લીએનસીઆર સહિત પૂર્વોત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઓડિશાના દક્ષિણી તટ અને તટીય આંધ્ર પ્રદેશમાં એક બે સ્થળે મધ્યમ વરસાદ થઈ શકે છે. પંજાબ અને ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે.












Click it and Unblock the Notifications
