For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી, દિલ્લી, હરિયાણા અને યુપીમાં વરસાદની સંભાવના

આગામી અમુક કલાકોમાં દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી દિલ્લીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

Delhi Weather Forecast: ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા મુજબ આગામી અમુક કલાકોમાં દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી દિલ્લીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ વરસાદ થઈ શકે છે. આઈએમડીના જણાવ્યા મુજબ હરિયાણાના ઝજ્જર, રોહતક, જીંદ, પાનીપત, કરનાલ, કેથલ અને ઉત્તર પ્રદેશના શામલી, દેવબંધ અને સહારનુરના અમુક ભાગોમાં અને આસાપાસના ક્ષેત્રોમાં વરસાદ થવાની સંભાવના છે. આવતા 2 કલાક દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિલ્લીના અલગ અલગ સ્થળોએ પણ વરસાદ થઈ શકે છે.

rain

હવામાન વિભાગે એ પણ કહ્યુ છે કે 2 જાન્યુઆરી એટલે કે આજથી લઈને 6 જાન્યુઆરી સુધી હળવા વરસાદની સંભાવના છે. હાલમાં દિલ્લી સહિત આખા ઉત્તર ભારતમાં શીત લહેરથી કડકડતી ઠંડી ચાલુ છે. એક જાન્યુઆરીએ દિલ્લીમાં શિમલા જેવી ઠંડી પડી હતી અને ઘણી જગ્યાએ ગાઢ ધૂમ્મસ છવાઈ રહ્યુ હતુ. હવામાન વિભાગે કહ્યુ હતુ કે ઉત્તર ભારતમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસના વધારા સાથે ત્રણ જાન્યુઆરીથી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યુ કે ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં હાલમાં અમુક દિવસો સુધી શીત લહેર ચાલુ રહેશે. આઈએમડીએ કહ્યુ છે કે હરિયાણા, ચંદીગઢ, પંજાબ, દિલ્લી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં આવતા 24 કલાકમાં આ જ સ્થિતિ રહેશે.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

દેશમાં આજથી શરૂ થઈ રહી છે કોરોના વેક્સીનની ડ્રાઈ રનદેશમાં આજથી શરૂ થઈ રહી છે કોરોના વેક્સીનની ડ્રાઈ રન

English summary
Weather Update: Rain likely to Delhi, Haryana and Uttar Pradesh some part.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X