For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: હોળી પહેલા બદલાયુ હવામાન, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ, IMDએ આપ્યુ એલર્ટ

હવામાન વિભાગે આજે અને કાલે ગુજરાત, દક્ષિણ મધ્ય પ્રદેશ, ઉત્તર મહારાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આજે ગાજવીજ સાથે છાંટા પડી શકે છે.

|
Google Oneindia Gujarati News
heatwave

Weather Update: હવામાનમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ફેરફાર ચાલુ છે. અમુક જગ્યાએ પારો વધી રહ્યો છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણી રાહત મળી છે. વળી, હવામાન વિભાગે આજે અને કાલે ગુજરાત, દક્ષિણ મધ્ય પ્રદેશ, ઉત્તર મહારાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આજે ગાજવીજ સાથે છાંટા પડી શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના વિદર્ભમાં પણ 7 માર્ચ સુધી આંધી અને વરસાદ તેમજ પૂર્વ મધ્ય પ્રદેશમાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે બે ઉષ્ણકટિબંધીય હવામાન પ્રણાલીઓને કારણે શનિવારથી બુધવાર સુધી વાવાઝોડા અને કરા પડવાની ચેતવણી જાહેર કરી હતી. આ સિવાય પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકાવાની સંભાવના છે. આ વર્ષે કેટલાક રાજ્યોમાં તાપમાનમાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે. વિભાગના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં માસિક સરેરાશ મહત્તમ તાપમાન 1901 પછી ફેબ્રુઆરીમાં સૌથી વધુ હતુ.

હવામાનશાસ્ત્રીઓના મતે ઉત્તર ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પવનો પ્રવર્તી રહ્યા છે અને હવે તે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ વળ્યા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ કમોસમી વરસાદ રવિ પાકને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ખેડૂતોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

દિલ્લીના હવામાનની વાત કરીએ તો અહીં આજે તડકો રહેશે. હવામાનનો ટ્રેન્ડ અગાઉના દિવસો જેવો જ રહેશે. કોઈ ખાસ ફેરફાર નહિ થાય. આજે મહત્તમ તાપમાન 30 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. વળી, મુંબઈમાં આજે આકાશ આંશિક વાદળછાયુ રહેવાની સંભાવના છે. હવામાન અપડેટ અનુસાર તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

ચેન્નાઈમાં આજે હવામાન સ્વચ્છ રહેવાની આશા છે. IMD એ પણ આગાહી કરી છે કે હવામાનના વલણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેશે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં એક કે બે જગ્યાએ વરસાદ અને સિક્કિમ સહિતના ઊંચા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. આ સિવાય તમિલનાડુ, છત્તીસગઢ, વિદર્ભ, પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ સિવાય દિલ્હી-NCRમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.

English summary
Weather Update: Rainfall forecast in some place, heat in these states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X