Weather Update: ઠંડીથી મળી રાહત, આ રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદનુ એલર્ટ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં ધીમે-ધીમે ઠંડીમાં રાહત થઈ રહી છે. જો કે, અમુક સ્થળોએ હિમવર્ષા અને વરસાદનુ અનુમાન છે. આવો જાણીએ આજની હવામાન અપડેટ.
Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ મહિનામાં હવામાનમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે, સાથે જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જો કે, 12 ફેબ્રુઆરીએ એક વાર ફરીથી તાપમાનમાં ઘટાડાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે ફરીથી એક વાર ઠંડીનો ચમકારો આવશે. પહાડી ક્ષેત્રોમાં હિમવર્ષા અને હળવા વરસાદનો દોર યથાવત છે.

તાપમાન વધ્યુ, ઠંડીથી રાહત
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી-એનસીઈઆરમાં આજે સવારથી આકાશ સ્વચ્છ રહેશે. 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આજે મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેવાની સંભાવના છે. વાદળો રહેવા છતાં વરસાદની સંભાવના નહિવત છે. હવામાન સૂકુ રહેશે. ઠંડીમાં રાહત થઈ પરંતુ હવાની ગુણવત્તા ખરાબ હોવાથી મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ ગુરુવારે દિલ્લીનો એક્યુઆઈ 212 પોઈન્ટ ઉપર રહ્યો. જે ખરાબ શ્રેણીમાં માનવામાં આવે છે. આનંદ વિહારમાં એક્યુઆઈ 322 નોંધવામાં આવ્યો છે.

રાજસ્થાનમાં પારો 30થી ઉપર
રાજસ્થાનના ઘણા શહેરોમાં તાપમાન હવે 30 ડિગ્રીથી ઉપર પહોંચી ગયુ છે. 15 ફેબ્રુઆરી સુધી રાજસ્થાનમાં હવામાન સૂકુ રહેશે અને તાપમાન વધશે. હવામાન વિભાગ મુજબ જમ્મુ કાશ્મીર પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેખાઈ રહ્યુ છે. પ્રેરિત ચક્રવાતી હવાઓનુ ક્ષેત્ર રાજસ્થાનના પશ્ચિમી ભાગો પર બનેલુ છે. જેના પ્રભાવમાં આજે પશ્ચિમી હિમાલયી ક્ષેત્રમાં છૂટાછવાયાથી લઈને વ્યાપક વરસાદ અને હિમવર્ષાનુ અનુમાન છે. હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ભારતમાં આકાશ સ્વચ્છ રહેવાની આગાહી કરી છે. પૂર્વોત્તર ભારતમાં અમુક જગ્યાએ હળવા વરસાદની સંભાવના છે.

પહાડી ક્ષેત્રોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના
ઉત્તર કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ગુરુવારે હિમવર્ષા થઈ. બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટર અને બારામૂલા, કુપવાડાના બાકીના ભાગોમાં ગુરુવારે સવાર હિમવર્ષા શરુ થઈ. દક્ષિણ કાશ્મીરમાં તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો. આઈએમડીના જણાવ્યા મુજબ અંદમાન, નિકોબાર દ્વીપ સમૂહ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મેઘાલયમાં આવતા પાંચ દિવસોમાં હળવા વરસાદની સંભાવના છે. જો કે, જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉપરના વિસ્તારોમાં આજે વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
