Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Weather Update: કાતિલ ઠંડીનો કહેર યથાવત, ઉત્તરાખંડમાં બરફ જામ્યો, જાણો હવામાન વિભાગની આગાહી

Weather Update: ઉત્તર ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી કડકડતી ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘણી જગ્યાએ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું હતું. જામી રહેલી ઠંડી વચ્ચે સામાન્ય જનજીવન પર દરરોજ ખરાબ અસર પડી રહી છે.

દિવસ દરમિયાન લાંબા સમય સુધી ધૂમ્મસ અને ધૂમાડાના કારણે રોડ અને રેલ ટ્રાફિકને માઠી અસર થઈ છે. ધૂમ્મસના કારણે ઘણી ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે. તીવ્ર ઠંડી અને ધૂમ્મસને કારણે ફ્લાઈટ પર પણ અસર પડી રહી છે.

cold

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી બે દિવસમાં સ્થિતિમાં સુધારો થવાની આશા નથી. IMDએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધૂમ્મસના અલગ-અલગ સ્થળોએ ગાઢથી અતિ ગાઢ ધૂમ્મસની ચેતવણી જાહેર કરી છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં ઠંડા દિવસથી લઈને તીવ્ર ઠંડા દિવસ સુધીની સ્થિતિ યથાવત છે. ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં તીવ્ર ઠંડી ચાલુ છે. સૌથી ઠંડુ સ્થળ અમૃતસર હતું. અહીં મહત્તમ તાપમાન 6.8 ડિગ્રીના ઘટાડા સાથે 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

જ્યારે ચંદીગઢ અને અંબાલામાં મહત્તમ તાપમાન 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. યુપીમાં, મેરઠમાં મહત્તમ તાપમાન 14.3 ડિગ્રી સેલ્સિયસ, બરેલીમાં 15.1 ડિગ્રી સેલ્સિયસ, લખનઉમાં 17.0 ડિગ્રી સેલ્સિયસ અને અલીગઢમાં 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 10 અને 11 જાન્યુઆરી, 2024 દરમિયાન રાત્રિ/સવારના કલાકો દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના વિવિધ ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધૂમ્મસની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં વિઝિબિલિટી 50 મીટરથી ઓછી રહેશે.

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કાતિલ ઠંડી યથાવત છે. કોલ્ડવેવના પ્રકોપને કારણે તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ઠંડીના કહેરમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. ઉત્તરાખંડમાં હવામાન વિભાગે બે દિવસ માટે કોલ્ડવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

બુધવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં દિવસભર ધૂમ્મસ છવાયું હતું. અહીં લઘુત્તમ તાપમાન 7.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં ઠંડા દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન ધૂમ્મસના કારણે દિલ્હી પહોંચતી 20 જેટલી ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે. કડકડતી ઠંડી વચ્ચે દિલ્હીનો AQI પણ ચિંતાજનક સ્થિતિમાં છે. બુધવારે (10 જાન્યુઆરી)ના રોજ મહત્તમ AQI 367 નોંધાયો હતો. જ્યારે અગાઉ મંગળવારે સરેરાશ AQI 366 હતો.

આ અઠવાડિયાની વાત કરીએ તો દિલ્હીમાં 9 જાન્યુઆરીએ સિઝનની સૌથી ઠંડી હતી. જ્યારે બુધવારે શહેરનું લઘુત્તમ તાપમાન 7.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે પાલમમાં લઘુત્તમ તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ અને સફદરજંગમાં 7.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આઈએમ઼ડીએ જણાવ્યું છે કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ ઠંડા દિવસથી લઈને તીવ્ર શીત લહેર સુધીની સ્થિતિ છે. પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે બિહાર અને મધ્યપ્રદેશમાં સરેરાશ તાપમાન 10 ડિગ્રીથી 13 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X