Weather Update: 122 વર્ષમાં સૌથી ગરમ રહ્યો આ ફેબ્રુઆરી, આ વખતે પડશે આગ ઝરતી ગરમી

છેલ્લા 122 વર્ષોમાં આ ફેબ્રુઆરીમાં જે ગરમી પડી છે તે સરેરાશ તાપમાનથી 1.73 ડિગ્રી વધુ રહી. તાપમાનમાં આટલો વધારો આવનારા મહિના વધુ મુશ્કેલીભર્યા હોવાના સંકેત આપી રહ્યા છે.

Weather Update: હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 122 વર્ષોમાં આ ફેબ્રુઆરીમાં જે ગરમી પડી છે તે સરેરાશ તાપમાનથી 1.73 ડિગ્રી વધુ રહી. જેને જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં છે. અગાઉ વર્ષ 1901માં આટલી ગરમી નોંધવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં ઘણી જગ્યાએ હીટવેવનુ એલર્ટ પણ આપવામાં આવ્યુ હતુ. તાપમાનમાં આટલો વધારો આવનારા મહિના વધુ મુશ્કેલીભર્યા હોવાના સંકેત આપી રહ્યા છે.

માર્ચ મહિનામાં ઘણી જગ્યાએ જોવા મળશે હીટવેવ

માર્ચ મહિનામાં ઘણી જગ્યાએ જોવા મળશે હીટવેવ

હવામાન વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ આ વખતે માર્ચ મહિનામાં ઘણી જગ્યાએ હીટવેવ જોવા મળશે, વધતી ગરમીની સૌથી વધુ અસર દક્ષિણ અને મધ્ય ભારત પર પડશે. રાજસ્થાન, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં તાપમાનનો પારો 35ને પાર કરી રહ્યો છે, દિલ્લીમાં પણ તાપમાન 30ની ઉપર છે. ઉત્તર ભારતમાં આગામી 3 મહિના દરમિયાન આકરી ગરમી પડવાના અણસાર છે. હવામાન વિભાગે અગાઉ કહ્યુ છે કે આ વખતે દેશમાં અલ નીનોની અસર જોવા મળશે અને તેના કારણે વરસાદમાં ઘટાડો થશે. વરસાદના અભાવે અમુક જગ્યાએ દુષ્કાળની સંભાવના વધી જાય છે.

દિલ્લી-એનસીઆરમાં વરસાદની સંભાવના

દિલ્લી-એનસીઆરમાં વરસાદની સંભાવના

દિલ્લીમાં આજે સવારથી જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને વાવાઝોડાની સંભાવના છે, જ્યારે આગામી થોડા કલાકોમાં દિલ્લી-એનસીઆરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે અને આ કારણોસર હવામાન વિભાગે અહીં એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્લી, કરનાલ, મેહમ, રોહતક, ભિવાની (હરિયાણા), હસ્તિનાપુર, ચાંદપુર, અમરોહા (યુપી)માં આગામી થોડા કલાકોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે, તેથી અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જો કે વરસાદ અને પવનના કારણે દિલ્લીના તાપમાનમાં બહુ ફરક નહીં પડે.

પહાડોમાં વરસાદની સંભાવના

પહાડોમાં વરસાદની સંભાવના

દક્ષિણના રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકમાં આજે હવામાન શુષ્ક રહેશે અને આ સ્થળોએ પારો 35ને પાર કરી શકે છે. પહાડોમાં વરસાદની સંભાવના છે. હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં હિમવર્ષા થવાની સંભાવના છે. પૂર્વોત્તરમાં પણ વરસાદ પડશે અને મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે તાપમાન 35 થી ઉપર રહી શકે છે. આગામી બે દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. જયપુર, જોધપુર અને ઉદયપુરમાં વરસાદનુ એલર્ટ યથાવત છે. જ્યારે ઉત્તરપૂર્વમાં પણ હળવા વરસાદની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X