For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Updates: આજે દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આંધી-વરસાદની સંભાવના, IMDએ આપી મોટી અપડેટ

દેશના ઘણા રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાયો છે અને ઘણા રાજ્યોમાં આંધી-વરસાદના સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ગરમીનુ તાંડવ યથાવત છે. આકાશમાંથી આગ વરસી રહી છે અને લોકોનુ ઘરમાંથી બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે. લોકો 'લૂ'થી ત્રસ્ત છે. જો કે, રવિવારે રાતે દેશના ઘણા રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાયો છે અને ઘણા રાજ્યોમાં આંધી-વરસાદના સમાચાર છે. વળી, ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં અમુક રાહત આપતી વાત કહી છે.

દિલ્લીમાં આજથી હીટવેવ નહિ થાય

દિલ્લીમાં આજથી હીટવેવ નહિ થાય

હવામાન વિભાગે જણાવ્યુ કે આજથી હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, કચ્છ અને રાજસ્થાનમાં લૂનો પ્રકોપ ઘટશે. વળી, દિલ્લીમાં આજથી હીટવેવ નહિ થાય. જો કે, આજે પણ દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની સંભાવના છે. વળી, રાજધાનીમાં આજે દિલ્લીમાં ગાજવીજ સાથે ધૂળ ભરેલી આંધી ચાલવાનુ પણ અનુમાન છે.

ઉત્તર-પશ્ચિમમાં ગરમ પવન ઘટવાના અણસાર

ઉત્તર-પશ્ચિમમાં ગરમ પવન ઘટવાના અણસાર

આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે, જેનામણિએ મીડિયા સાથે વાત કરીને રવિવારે કહ્યુ હતુ કે હવે ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ગરમ પવન ઘટવાના અણસાર જોવા મળી રહ્યા છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં તાપમાન 3થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે. જેનાથી લોકોને રાહત મળશે.તમને જણાવી દઈએ કે રવિવારે હિમાચલ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં તેજ વરસાદ થયો છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે. કાલે શિમલામાં આ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો. અહીં મહત્તમ તાપમાન 31.0 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ પરંતુ સાંજે રાજ્યમાં વરસાદ થવાથી હવામાન ખુશનુમા થઈ ગયુ.

4-5 દિવસો સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના

4-5 દિવસો સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શિમલા અને આસપાસના વિસ્તારોમાં આવનારા 4-5 દિવસો સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. વિભાગે સોલન, સિરમૌર, મંડી, કુલ્લુ, ચંબા, ઉના, બિલાસપુર, હમીરપુર અને કાંગડામાં આગલા ચાર-પાંચ દિવસ માટે વરસાદનુ એલર્ટ જાહેર કર્યુ છે. કર્ણાટકમાં પણ રવિવારે રાહત મળી છે. અહીં ઘણા શહેરોમાં કાલે ઝમાઝમ વરસાદ થયો છે. રાજધાની બેંગલુરુના ઘણા ભાગોમાં કરા પણ પડ્યા. વરસાદ દરમિયાન પવનની ગતિ પણ ઘણી વધુ હતી. હવામાન વિભાગે કર્ણાટકની રાજધાનીમાં આગલા ત્રણ દિવસ માટે 'ભારે વરસાદ'નુ એલર્ટ જાહેર કર્યુ છે.

English summary
Weather Update: Thunderstorm and rain expcted in many states inculding Delhi, no heatwave and temperature will be normal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X