Weather Update: દિલ્લી સહિત ઉત્તર ભારતમાં ભીષણ લૂનો પ્રકોપ યથાવત, આ વિસ્તારમાં થશે વરસાદ
નવી દિલ્લીઃ દેશમાં ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે અને 19 એપ્રિલે પણ હવામાન આ વિસ્તારોમાં આવુ જ રહેશે. લૂના કારણે દિલ્લીવાળાઓને ગરમીથી મંગળવારે પણ રાહત નહિ મળે. દિલ્લીના નજફગઢ વિસ્તારમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ છે. ભારતીય હવામાન વિભાગ(આઈએમડી) મુજબ પંજાબ, હરિયાણા, દિલ્લી, દક્ષિણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને વિદર્ભના અલગ-અલગ ભાગોમાં લૂની સ્થિતિ સંભવ છે. આ વિસ્તારોમાં હાલમાં ગરમીથી કોઈ રાહત મળવાની નથી.

દેશના આ રાજ્યોમાં થશે વરસાદ
આઈએમડીના જણાવ્યા મુજબ આગલા 24 કલાક દરમિયાન સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, કેરળ, આંતરિક તમિલનાડુ અને દક્ષિણ કર્ણાટકમાં એક કે બે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. પૂર્વોત્તર ભારતના બાકીના ભાગો, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના અમુક ભાગો, ઉત્તર આંતરિક કર્ણાટક અને તેલંગાના, આંધ્ર પ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને પશ્ચિમી હિમાલયના અલગ-અલગ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. વળી, પંજાબ અને ઉત્તર પશ્ચિમી રાજસ્થાનના અમુક ભાગોમાં ગાજવીજ સાથે છાંટા કે હળવી ધૂળ ભરેલી આંધી આવી શકે છે.

કેવી છે આજની વેધર સિસ્ટમ
મંગળવાર(19 એપ્રિલ)ના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેની પાસેના વિસ્તારોમાં બનેલુ છે. વળી, ઉત્તર પશ્ચિમી રાજસ્થાન પાસેના વિસ્તારોમાં એક ચક્રવાતી હવાઓનુ ક્ષેત્ર પણ બનેલુ છે. વિદર્ભથી તેલંગાના થઈને આંતરિક કર્ણાટક સુધી એક ટ્રફ રેખા બનેલી છે. આ ઉપરાંત વધુ એક ચક્રવાતી હવાઓનુ ક્ષેત્ર દક્ષિણ અરબ સાગરના મધ્ય ભાગ પર બનેલુ છે. વળી, ચક્રવાતી હવાઓનુ ક્ષેત્ર આંધ્ર પ્રદેશ અને ઉત્તરી તમિલનાડુ તટથી દૂર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના પશ્ચિમ ભાગો પર બનેલુ છે.

કેવુ રહ્યુ છેલ્લા 24 કલાક દરમિાયન હવામાન
છેલ્લા 24 કલાક દરમિયાન આસામ, મેઘાલય અને સિક્કિમમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થયો છે. વળી, તમિલનાડુ, કેરળ અને પૂર્વોત્તર ભારતના બાકીના ભાગોમાં એક કે બે તેજ વરસાદ સાથે છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ થયો. સિક્કિમ અને છત્તીસગઢના દક્ષિણ ભાગોમાં અલગ-અલગ કરાવૃષ્ટિની ગતિવિધિઓ જોવા મળી છે. આંતરિક કર્ણાટક, ઉત્તર તટીય ઓરિસ્સા, ગંગીય પશ્ચિમ બંગાળ અને દક્ષિણ છત્તીસગઢમાં છૂટોછવાયો વરસાદ થયો. કાલે પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ ઝારખંડ અને દિલ્લીના અલગ-અલગ ભાગોમાં લૂની સ્થિતિ જોવા મળી છે.