Weather Updates: હિમાચલ-કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના, દિલ્લીમાં વાદળો, ઠંડી વધશે
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ કાશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. અહીં જાણો લેટેસ્ટ હવામાન અપડેટ.
Weather Updates: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં આજે વાદળો છવાયેલા રહેશે અને હળવો વરસાદ પણ થવાની સંભાવના છે. જો કે, શુક્રવારે હવામાનમાં સૂકુ થઈ શકે છે અને આવનારા દિવસોમાં તાપમાનમાં વધારો થશે તેમજ ઝડપી પવન ફૂંકાશે. વિભાગ મુજબ દિલ્લીમાં આજે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધવામાં આવી શકે છે.

હિમાચલ અને કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદ
આઈએમડી મુજબ 9 ફેબ્રુઆરીથી દેશના અમુક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદનો દોર શરુ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઉપર એક તરફ રેખા રુપે બનેલુ છે. તે 9 ફેબ્રુઆરીથી પશ્ચિમ હિમાલયને પ્રભાવિત કરવાનુ શરુ કરી દેશે. જેના કારણે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વ્યાપક વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. જમ્મુ કાશ્મીર, લેહ-લદ્દાખમાં મોટાભાગના ક્ષેત્રો, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે હિમવર્ષા થશે.

વરસાદ અને હિમવર્ષાની તીવ્રતા વધશે
હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના અમુક ભાગોમાં 9 ફેબ્રુઆરીએ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આવતા 24 કલાકમાં વરસાદ અને હિમવર્ષાની તીવ્રતા વધી શકે છે અને ઉત્તરાખંડને પણ કવર કરી શકે છે. આવતા 48 કલાકમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના દિવસ અને રાતના તાપમાનમાં એક વાર ફરીથી વધારો થઈ શકે છે. સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ અને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહના અમુક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.

ઠંડી હજુ લાંબી ચાલશે
તમને જણાવી દઈએ કે ઈરાનના રસ્તે ભારત આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાચલમાં સક્રિય થઈ રહ્યુ છે. જેના કારણે ગુરુવવારે અમુક પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમમાં હળવા વરસાદના અણસાર છે. આ સાથે ઠંડા પવનો પણ ફૂંકાવાનુ અનુમાન છે. જેના કારણે ઠંડી ફરીથી વધશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતના રાજ્યોમાં રાતની ઠંડી હજુ લાંબી ચાલશે.












Click it and Unblock the Notifications
