Weather Updates: ઘણા રાજ્યોમાં પડશે ભીષણ ગરમી પરંતુ આ જગ્યાઓ વરસશે વાદળો

ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘટવાના કારણે હવે...

નવી દિલ્લીઃ સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીનુ તાંડવ યથાવત છે. ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘટવાના કારણે હવે દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં પારો વધુ ઝડપથી વધશે અને લોકોની મુશ્કેલીમાં વધારો થશે. આઈએમડીના મુજબ રાજધાનીમાં પારો હવે 44-46 ડિગ્રી પણ જઈ શકે છે માટે હવામાન વિભાગે અહીં એલર્ટ જાહેર કરેલુ છે.

આવનારા દિવસોમાં વધશે પારો

આવનારા દિવસોમાં વધશે પારો

માત્ર દિલ્લી જ નહિ પરંતુ બિહાર, એમપી, તેલંગાના, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મરાઠવાડા અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઝારખંડના અલગ-અલગ વિસ્તારો, છત્તીસગઢ અને રાજસ્થાન, હરિયાણા, દિલ્લી, પૂર્વ ઉત્તર પ્રદેશમાં ઘણા વિસ્તારોમાં પારો ચાલીને પાર જતો રહ્યો છે અને આવનારા દિવસોમાં પારો હજુ વધશે. વળી, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, ગંગીય પશ્ચિમ બંગાળના અમુક જિલ્લાઓમાં પણ લૂ લાગવાની સંભાવના છે.

હળવાથી મધ્યમ વરસાદ

હળવાથી મધ્યમ વરસાદ

નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયના અમુક જિલ્લાઓ સાથે દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
વળી, હિમાચલના બિલાસપુર, ઉના, કાંગડા અને હમીરપુર જેવા ઘણા સ્થળોએ તાપમાન સામાન્યથી વધુ ચાલી રહ્યુ છે. વળી, ગરમીનુ તાંડવ રાજસ્થાનમાં છે. અહીં લૂના કારણે લોકોનુ દિવસે ઘરમાંથી નીકળવુ મુશ્કેલ બની ગયુ છે. ઉત્તરાખંડમાં પણ ગરમીની અસર જોવા મળી રહી છે.

મોનસુન 2022 સામાન્યથી સારુ રહેશે

મોનસુન 2022 સામાન્યથી સારુ રહેશે

હવામાન વિશેષજ્ઞોનુ માનવુ છે કે આ વખતે મોનસુન 2022 સામાન્યથી સારુ રહેવાનુ છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે મોનસુનનો વરસાદ ખેડૂતો માટે પણ અનુકૂળ રહેશે કારણકે આ વખતે સામાન્યથી વધુ વરસાદ થવાનુ અનુમાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X