Heat Wave: ભીષણ ગરમીના પ્રકોપથી ત્રાહિમામ, તોડ્યો 72 વર્ષનો રેકૉર્ડ, સાત દાયકા પહેલા પણ પડી હતી આવી લૂ
Heat Wave: ભારતના ઘણા ભાગોમાં એક મહિના કરતાં વધુ સમયથી તીવ્ર હીટવેવ ચાલુ છે. હીટવવે અને ઊંચા તાપમાનવાળા વિસ્તારોમાં છેલ્લા 33 દિવસથી જાહેર કરાયેલા હવામાન વિભાગના ડેટા પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે આ વખતે ગરમીએ સાત દાયકા જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
માત્ર દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ જ નહીં પરંતુ હિમાલયનો વિસ્તાર પણ ગરમીથી અછૂતો રહ્યો નથી. આ અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં મહત્તમ તાપમાન 47.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સતત હીટવેવ એલર્ટ જારી કરવામાં આવી રહ્યું છે.

એક તૃતીયાંશ એટલે કે લગભગ 34 ટકા ઉત્તર પ્રદેશ પણ ભારે ગરમીની ઝપેટમાં છે. જૂન મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહે છે. સ્થિતિ એવી છે કે દિવસ દરમિયાન તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યા બાદ પણ રાત્રિના સમયે પણ તાપમાનમાં બહુ ઘટાડો જોવા મળતો નથી.
આવા સંજોગોમાં દિવસના સમયે આકરી ગરમી અને રાત્રીના સમયે કાળઝાળ ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. જો આપણે IMDના ઉનાળાની ઋતુના ડેટા પર નજર કરીએ તો, 20મી સદીમાં 1951માં આવી જ તીવ્ર હીટવેવ જોવા મળી હતી.
આ વખતે ગુજરાતનો લગભગ અડધો (44 ટકા) વિસ્તાર ગરમીની લપેટમાં છે. આ સિવાય ઉત્તર પ્રદેશના 34 ટકા વિસ્તારોમાં આકરી ગરમી પડી રહી છે. IMD ડેટાની વાત કરીએ તો, છેલ્લા 33 દિવસથી અડધાથી વધુ ઉત્તર-પશ્ચિમ ભારતમાં તીવ્ર ગરમી ચાલુ છે.
આ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી પણ વધુ છે. અહેવાલો અનુસાર, આ સ્થિતિ અગાઉ 1951ના ઉનાળામાં દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં આવી હતી, જ્યારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું.
છેલ્લા એક સપ્તાહથી મેદાની વિસ્તારોમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 42 થી 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરીય મેદાનોના મોટાભાગના વિસ્તારોમાં હવામાન ગરમ રહેશે. છેલ્લા એક મહિનામાં રાજસ્થાન, હરિયાણા, ઉત્તર મધ્યપ્રદેશ અને દક્ષિણ ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાયું હતું.












Click it and Unblock the Notifications
