Weather Updates: ચાલુ રહેશે ગરમીનો ત્રાસ, ઘણા રાજ્યોમાં હીટવેવનુ એલર્ટ, પારો 42 ડિગ્રીને પાર
નવી દિલ્લીઃ સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીનુ તાંડવ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઘણા રાજ્યોમાં એપ્રિલ મહિનામાં જ આકાશમાં આગના ગોળા વરસી રહ્યા છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આગલા ત્રણ દિવસ સુધી દિલ્લી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને બિહારમાં ગરમીનો જબરદસ્ત પ્રકોપ જોવા મળશે. લોકોને રાહત મળવાની નથી અને આ રાજ્યોમાં પારો 42ને પાર જવાનુ અનુમાન છે.

ચાલુ રહેશે ગરમીનો સિતમ
હવામાન વિશેષજ્ઞોએ મંગળવારે ચેતવણી જાહેર કરીને કહ્યુ કે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ચાલી રહેલ હીટવેવ આગલા 4થી 5 દિવસમાં દેશના મોટાભાગોમાં ફેલાઈ જશે. આ દરમિયાન દેશભરમાં ગરમીનો કહેર જોવા મળશે માટે બધાએ સાવચેત રહેવાની જરુર છે.

લૂ માટે એલર્ટ જાહેર
દિલ્લી જ નહિ બિહાર, એમપી, તેલંગનાના, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મરાઠવાડા અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઝારખંડના અલગ-અલગ વિસ્તારો, છત્તીસગઢ અને રાજસ્થાન, હરિયાણા-દિલ્લી, પૂર્વ ઉત્તર પ્રદેશમાં લૂ માટે એલર્ટ ચાલુ છે. વળી, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાયલ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

ગરમીની અસર
હિમાચલના બિલાસપુર, ઉના, કાંગડા અને હમીરપુર જેવા ઘણા સ્થળોએ તાપમાન સામાન્યથી વધુ ચાલી રહ્યુ છે. વળી, ગરમીનુ તાંડવ રાજસ્થાનમાં પણ યથાવત છે. અહીં લોકોને દિવસના સમયમાં બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે. વળી, ઉત્તરાખંડમાં પણ ગરમીની અસર જોઈ શકાય છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 28 એપ્રિલથી થશે
એક અનુમાન મુજબ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 28 એપ્રિલથી સક્રિય થઈ શકે છે. જો તે પ્રભાવી રહ્યુ તો ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે પરંતુ આનાથી ગરમીમાં ઉપરછલ્લી રાહત મળશે.