Weather Update: આ રાજ્યોના હવામાનમાં પલટો, હવામાન વિભાગે જાહેર કર્યુ એલર્ટ
Weather Update: દેશના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે, ભારતીય હવામાન વિભાગે તેના નવીનતમ અપડેટમાં આજે ઘણા રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે જણાવ્યુ છે કે ચોમાસું હવે તેના છેલ્લા તબક્કામાં છે, તે હાલમાં પૂર્વ ભારતમાં સક્રિય છે, તે 17 સપ્ટેમ્બરે મધ્ય અને પશ્ચિમ ભારતમાં સક્રિય થશે અને તેના કારણે, ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. આથી હવામાન વિભાગે ઘણા પ્રાંતોમાં એલર્ટ જાહેર કર્યું છે.

દિલ્હીમાં આજથી આગામી 6 દિવસ સુધી હવામાન ખરાબ રહેશે અને અહીં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. પૂર્વ યુપીમાં ભારે વરસાદની સંભાવના છે અને તેથી આજે પણ એલર્ટ જાહેર છે. લખનઉમાં હળવો વરસાદ થઈ શકે છે જ્યારે અહીંના ઘણા શહેરોમાં ભારે વરસાદની શક્યતા છે.
ઉત્તરાખંડના કેટલાક શહેરોમાં યલો એલર્ટ અને કેટલીક જગ્યાએ ઓરેન્જ એલર્ટ ચાલુ છે. કેટલીક જગ્યાએ વીજળી પડવાની અને ભૂસ્ખલનની શક્યતા છે. બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પૂર્વોત્તર, ઓડિશા અને દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
કર્ણાટક અને કેરળમાં મધ્યમ વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો તેલંગાણા અને આંધ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આથી દરેકને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવા જણાવાયું છે.
તમને જણાવી દઈએ કે દેશમાં ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે, આ વખતે ચોમાસું મોડું આવ્યું પરંતુ તેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો. આ વખતે ચોમાસાએ હિમાચલને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે, જ્યાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા અને કરોડોનું નુકસાન થયું. વૈજ્ઞાનિકોએ કહ્યું કે હિમાચલમાં આ વખતે જે પ્રકારનો પ્રલય થયો છે તે ઘણા દાયકાઓમાં જોવા મળ્યો નથી.












Click it and Unblock the Notifications
