કેરળમાં રેડ એલર્ટ, તમિલનાડુ-કર્ણાટકમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, શાળા-કોલેજો બંધ

કર્ણાટક, કેરળ અને તમિલનાડુના ઘણા વિસ્તારોમાં કાલથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે અને સ્થિતિ પૂર જેવી બની ગઈ છે.

મૉનસુન પોતાની અંતિમ અવસ્થામાં છે પરંતુ દક્ષિણ ભારતમાં તેણે ઉત્પાત મચાવી રાખ્યો છે. કર્ણાટક, કેરળ અને તમિલનાડુના ઘણા વિસ્તારોમાં કાલથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે અને સ્થિતિ પૂર જેવી બની ગઈ છે. ભારે વરસાદના કારણે ઘણી નદીઓ છલકાઈ રહી છે. સૌથી ખરાબ હાલત કર્ણાટક અને તમિલનાડુની છે. વરસાદના કારણે તમિલનાડુના રામનાથપુરમમાં બધી શાળા અને કોલજો આજે બંધ કરી દેવામાં આવી છે. કેરળમાં પણ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

દક્ષિણ ભારતમાં મૉનસુનનો ઉત્પાત

દક્ષિણ ભારતમાં મૉનસુનનો ઉત્પાત

કર્ણાટકની રાજધાની બેંગલુરુ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે લોકોનુ દૈનિક જીવન પ્રભાવિત થઈ રહ્યુ છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ આઈએમડીએ કેરળના તિરુવનંતપુરમ, એર્નાકુલમ, ત્રિશૂર, ઈડૂકી, પલક્કડ, મલપ્પુરમ અને વાયનાડમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી અને આ સાથે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને લોકોને સતર્ક રહેવા માટે કહ્યુ છે.

રેડ એલર્ટ પર કેરળ

રેડ એલર્ટ પર કેરળ

હવામાનના જાણકારોનુ અનુમાન છે કે હજુ પણ કેરળમાં ભારે વરસાદના કારણે આગામી 22 તેમજ 24 ઓક્ટોબરના રોજ પૂર જેવી સ્થિતિ બનાવી શકે છે. વળી, સ્કાઈમેટે પણ લોકોને ચેતવણી આપી હતી કે આગામી બે-ત્રણ દિવસ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

ભારે વરસાદની અસર

ભારે વરસાદની અસર

વાહન વ્યવહાર પ્રભાવિત વિસ્તારોમાં મદદ પહોંચાડવા માટે એનડીઆરએફ અને અન્ય એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે. ભારે વરસાદની અસર અવરજવર પર પણ પડી રહી છે. ઘણી જગ્યાએ એરપોર્ટથી ફ્લાઈટો પ્રભાવિત થઈ છે તો ઘણી જગ્યાએ રેલવે વ્યવહાર પણ અટકી ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X