West Bengal Assembly Elections 2021: હવે સાંજે 7 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર નહિ થઈ શકે
રોનાના સતત વધતા કેસોને જોતા ચૂંટણી પંચે કડકાઈ બતાવી છે.
કોલકત્તાઃ કોરોનાના સતત વધતા કેસોને જોતા ચૂંટણી પંચે કડકાઈ બતાવી છે. ચૂંટણી પંચે આદેશ આપ્યા છે કે હવે કોઈ પણ રાજકીય પાર્ટી સાંજે સાત વાગ્યા બાદ રેલી કે ચૂંટણી પ્રચાર નહિ કરે. આ ઉપરાંત વોટિંગના 72 કલાક પહેલા જ ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ જશે. તમને જણાવી દઈએ કે આ પહેલા 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર સમાપ્ત થતો હતો.

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પંચે બધા તબક્કામાં 72 કલાક પહેલા જ ચૂંટણી પ્રચાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળમાં 3 તબક્કા માટે પ્રચાર થઈ રહ્યો છે. છઠ્ઠા તબક્કાનો પ્રચાર 19 એપ્રિલ, 7માં તબક્કાનો 23 એપ્રિલ અને 8માં તબક્કાનો 26 એપ્રિલે સમાપ્ત થઈ જશે. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પાંચમાં તબક્કા માટે મતદાન આજે છે. આ તબક્કામાં 6 જિલ્લાની 45 સીટો માટે વોટિંગ કરવામાં આવશે.
જે સીટો પર મતદાન થવાનુ છે તેમાં જલપાઈગુડી જિલ્લાની 7 સીટો, કાલિંગ્પાંગની 1 સીટ, દાર્જિલિંગની 5 સીટો, નદિયાની 8 સીટો, ઉત્તર પરગનાની 16 સીટો અને પૂર્વી બર્દવાનની 8 સીટો શામેલ છે. ચૂંટણી પંચ આ તબક્કાના મતદાન માટે ખાસ્સુ સતર્ક છે કારણકે ચોથી તબક્કામાં ઘણી હિંસા થઈ હતી અને 5 લોકોના મોત થઈ ગયા હતા. આને ધ્યાનમાં રાખીને હવે ચૂંટણી પંચે એ નિર્ણય લીધો છે કે બધા મતદાન કેન્દ્રો પર 200 મીટરની સીમામાં કલમ 144 લાગુ રહેશે. આવુ એટલા માટે કારણકે વોટિંગ સેન્ટર્સની આસપાસ ભીડ ન થાય. જે લોકો ભીડ એકઠી કરશે તેમની ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
Election Commission (EC) curtails the timing of the campaign up to 7 PM. There shall not be any campaign between 7 PM and 10 AM on campaign day. Silence period extended from 48 hours to 72 hours in each of the remaining three phases in West Bengal: EC pic.twitter.com/anHbexpNqG
— ANI (@ANI) April 16, 2021
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
