Breaking: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 'એન્ટી રેપ' બિલ પાસ, દોષિતોને 10 દિવસમાં ફાંસીને માચડે લટકાવી દેવાશે
West Bengal Anti Rape Bill: મહિલાઓ અને બાળકો માટે સુરક્ષાને મજબૂત કરવાના હેતુથી પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે વિધાનસભામાં 'બળાત્કાર વિરોધી બિલ, 2024' પસાર કર્યું. આ કાયદો, સત્તાવાર રીતે 'અપરાજિતા વુમન એન્ડ ચાઇલ્ડ બિલ (વેસ્ટ બંગાળ ફોજદારી કાયદા અને સુધારો) બિલ 2024' નામનું, રાજ્યના કાયદા પ્રધાન મોલૉય ઘટક દ્વારા આજે અગાઉ વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું.
રાજ્યના કાયદા પ્રધાન મોલૉય ઘટકે વિધાનસભામાં વિશેષ સત્ર દરમિયાન બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું હતું અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને "ઐતિહાસિક" ગણાવ્યું હતું. આ બિલ 5મી સપ્ટેમ્બરના રોજ અમલમાં આવવાનું છે. જો પીડિતા મૃત્યુ પામે અથવા દોષિત તેને બેભાન અવસ્થામાં છોડી દે તો બળાત્કારના દોષિતો માટે ફાંસીની સજા ફરજિયાત છે.

બિલ ચર્ચા દરમિયાન મમતા બેનર્જીએ ભાજપના ધારાસભ્યોને રાજ્યના રાજ્યપાલને બિલ પર હસ્તાક્ષર કરવા વિનંતી કરી અને કહ્યુ કે "તે એક ઐતિહાસિક અને મોડલ બિલ છે, અને કોઈપણ સારા અર્થ ધરાવતી વ્યક્તિ તેનું સમર્થન કરશે. મેં મૃતકના પરિવારને કહ્યું હતું કે જો પોલીસ તેને તોડવામાં અસમર્થ હોય તો અમે કેસ સીબીઆઈને સોંપીશું. હવે, આ કેસ કોલકત્તા હાઈકોર્ટના નિર્દેશ પર સીબીઆઈ પાસે છે. હવે અમે સીબીઆઈ પાસેથી ન્યાય ઈચ્છીએ છીએ. સીબીઆઈએ ગુનેગારોને ફાંસી આપવી જોઈએ.
રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ બિલને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને ઉમેર્યું હતું કે વિપક્ષ ભાજપના ધારાસભ્યો બિલને તાત્કાલિક અમલમાં મૂકવા માંગે છે. વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી દ્વારા લાવવામાં આવેલા બિલમાં પ્રસ્તાવિત સુધારાઓ ગૃહ દ્વારા સ્વીકારવામાં આવ્યા ન હતા.અધિકારીના ભાષણ પછી, વિપક્ષના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા અને બળાત્કાર અને હત્યા અંગે મુખ્યમંત્રી બેનર્જીના રાજીનામાની માંગ કરી હતી.
આ કાયદા મુજબ જો પીડિતા મૃત્યુ પામે અથવા દોષિત તેને બેભાન અવસ્થામાં છોડી દે તો બળાત્કારના દોષિતો માટે ફાંસીની સજા ફરજિયાત છે. વધુમાં, તે બળાત્કાર અને સામૂહિક બળાત્કારના દોષિતો માટે પેરોલ વિના આજીવન કેદની જોગવાઈ કરે છે.આ કાયદાનો ઉદ્દેશ્ય બળાત્કાર અને જાતીય ગુનાઓ સંબંધિત નવી જોગવાઈઓને સુધારીને અને રજૂ કરીને મહિલાઓ અને બાળકો માટે સુરક્ષાને મજબૂત કરવાનો છે. કોલકત્તાની આરજી કાર કૉલેજ અને હૉસ્પિટલમાં બનેલી ઘટના અંગેના આક્રોશને પગલે સોમવારે (2 સપ્ટેમ્બર, 2024) વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
