For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકત્તાઃ નાગરિકતા કાયદાના સમર્થનમાં ભાજપની રેલી, જેપી નડ્ડા રહ્યા હાજર

નાગરિકતા સુધારા કાયદાના પક્ષમાં ભારતીય જનતા પાર્ટી કોલકત્તામાં રેલી કરી રહી છે. ભજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા રેલીમાં શામેલ છે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદાના પક્ષમાં ભારતીય જનતા પાર્ટી કોલકત્તામાં રેલી કરી રહી છે. ભજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા રેલીમાં શામેલ છે. તેમની સાથે પશ્ચિમ બંગાળના પણ મોટા નેતા હાજર છે. આ રેલીને અભિનંદન યાત્રાનુ નામ આપવામાં આવ્યુ છે. આ માર્ચ ધર્મતલા રાની રશ્મોની રોડથી શરૂ થઈ છે અને સ્વામી વિવેકાનંદ આવાસ સુધી જશે. હાલમાં જ સંસદમાં પાસ થયુ નાગરિકતા કાયદાનો વિપક્ષી દળો આકરો વિરોધ કરી રહ્યા છે.

bjp rally

દેશભરમાં લોકો આની સામે રસ્તા પર ઉતર્યા છે. એવામાં ભાજપ આના સમર્થનમાં રેલીઓ કરી રહી છે. સોમવારે કોલકત્તમાં રેલી છે. પાર્ટી સાથે જોડાયેલા લોકો મુજબ ભાજપ દેશભરમાં આ કાયદાના સમર્થનમાં 1000 રેલી કરવા જઈ રહી છે. નાગરિકતા સુધારા એક્ટ, 2019નો દેશભરમાં વિરોધ પણ ઘણો થઈ રહ્યો છે. સંસદમાંથી મંજૂરી મળતા જ પૂર્વોત્તરના રાજ્યોમાં આનો વિરોધ શરૂ થઈ ગયો છે. અસમ, ત્રિપુરા અને મેઘાલયમાં સતત આના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. ઉત્તર પ્રદેશ, દિલ્લી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં પણ વિરોધ પ્રદર્શન થયુ છે. તમને જણાવી દઈએ કે નાગરિકતા સુધારા એક્ટ, 2019ને હાલમાં જ સંસદમાંથી મંજૂરી મળી છે.

કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, જૈન, સિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમાજના શરણાર્થીઓને નાગરિકતાનો પ્રસ્તાવ છે. કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષી દળ અને ઘણા સામાજિક સંગઠન આ બિલનો વિરોધ કરી રહ્યા છે. દેશભરની મટી યુનિવર્સિટીઓના છાત્રો પણ આની સામે રસ્તા પર ઉતરી ગયા છે. વિરોધ કરી રહેલો લોકોનુ કહેવુ છે કે ધર્મના આધારે કાયદો બનાવવો બંધારણ પર હુમલો છે.

આ પણ વાંચોઃ ઝારખંડ પરિણામઃ આ 10 કારણોસર જેએમએમ-કોંગ્રેસ મહાગઠબંધનને મળ્યો ફાયદોઆ પણ વાંચોઃ ઝારખંડ પરિણામઃ આ 10 કારણોસર જેએમએમ-કોંગ્રેસ મહાગઠબંધનને મળ્યો ફાયદો

English summary
West Bengal: BJP JP Nadda Kailash Vijayvargiya rally in Kolkata support Citizenship Act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X