For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળ: ભાજપા સાંસદ અર્જુન સિંહના ઘરે બૉમ્બ ફેંકાયા

પશ્ચિમ બંગાળમાં રાજનૈતિક હિંસા અટકવાનું નામ નથી લઇ રહી. બેરકપુરથી ભાજપા સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર બૉમ્બ ફેંકવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળમાં રાજનૈતિક હિંસા અટકવાનું નામ નથી લઇ રહી. બેરકપુરથી ભાજપા સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર બૉમ્બ ફેંકવામાં આવ્યા છે. અર્જુન સિંહના ભત્રીજા સૌરભનો આરોપ છે કે 7 રાઉન્ડ ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી. તેમને આ હુમલા પાછળ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનો હાથ ગણાવ્યો છે. આ ઘટના પછી જગ્યા પર પહોંચેલી પોલીસે આ મામલે તપાસ શરુ કરી દીધી છે.

West Bengal

ઉત્તર 24 પરગણા જિલ્લામાં જગતદળ પોલીસ ચોકી અંતર્ગત આવતી આ ઘટના મામલે પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. આ હુમલા પછી સાંસદના ઘરની બહાર પોલીસ કમિશ્નર મનોજ સહીત ભારે પોલીસબલ ગોઠવી દેવામાં આવ્યું છે. આ મામલે પોલીસે જણાવ્યું છે કે હુમલો કરનાર આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ તે વાહનને શોધી રહી છે, જેમાં બેસીને અપરાધીઓ આવ્યા હતા.

સાંસદ અર્જુન સિંહના ભત્રીજા સૌરભ સિંહ ઘ્વારા ટીએમસી પર આરોપ લગાવવામાં આવ્યો છે તેમાં તેમને કહ્યું છે કે બુધવારે રાત્રે 9 વાગ્યે જયારે તેઓ મજદૂર ભવન પહોંચ્યા ત્યારે અચાનક તેમના ઘરની બહાર 2 બૉમ્બ ફેંકવામાં આવ્યા અને જેવા અને ઘરની બહાર આવ્યા ત્યારે ત્યાં ટીએમસી નેતા પ્રમોદ સિંહ, સંજય સિંહ, નવનીત સિંહ, રંજીત સિંહ અને હરગોવિંદ સિંહ ઉભા હતા. સૌરભ સિંહ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે એક ટીએમસ્સી નેતાઓ પાસે રાઇફલ પણ હતી.

English summary
West Bengal: Bombs were dropped outside the house of BJP MP Arjun Singh residence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X