For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવરાત્રિના રંગે રંગાયા મમતા બેનર્જી, દુર્ગા પૂજા દરમિયાન વગાડ્યુ ઢોલ, વાયરલ થયો Video

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં સામુદાયિક દુર્ગા પૂજાના ઉદ્ઘાટન સમયે પરંપરાગત ઢોલ એટલે કે ઢાકા(વાદ્ય) વગાડે છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં સામુદાયિક દુર્ગા પૂજાના ઉદ્ઘાટન સમયે પરંપરાગત ઢોલ એટલે કે ઢાકા(વાદ્ય) વગાડી રહ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બુધવારે સીએમ મમતા બેનર્જી કોલકાતાના ન્યૂ અલીપોરમાં સુરુચિ સંઘ પૂજા પંડાલમાં પહોંચ્યા હતા. સીએમ મમતા બેનર્જી સાથે તેમના કેબિનેટ સાથીદારો ફિરહાદ હકીમ અને અરૂપ બિસ્વાસ પણ હતા. આ દરમિયાન સીએમ મમતા બેનર્જી નવરાત્રિ એટલે કે દુર્ગા પૂજાના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. વીડિયોમાં સીએમ મમતા આરતી દરમિયાન દિલથી ઢાકા વગાડતા જોઈ શકાય છે.

mamta

પશ્ચિમ બંગાળ સરકારે આ વર્ષે રાજ્યમાં દુર્ગા પૂજા આયોજક સમિતિઓ માટે ગ્રાન્ટ 50,000 રૂપિયાથી વધારીને 60,000 રૂપિયા કરી છે. સીએમ બેનર્જીએ દુર્ગા પૂજા માટે 30 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રજાની જાહેરાત પણ કરી છે. દુર્ગા પૂજાને વિશ્વભરના સૌથી મોટા તહેવારોમાંના એક તરીકે ગણવામાં આવે છે. UNESCOએ 15 ડિસેમ્બરે 'માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદી'માં 'કોલકત્તામાં દુર્ગા પૂજા'નો સમાવેશ કર્યો હતો.

English summary
West Bengal CM Mamata Banerjee plays 'dhak' at Durga puja pandal in Kolkata Watch video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X