પશ્ચિમ બંગાળમાં 7માં તબક્કાનુ વોટિંગ શરૂઃ PM મોદી બોલ્યા - કોરોના નિયમોનુ પાલન કરીને કરો મતદાન
મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને કોરોના વાયરસ ગાઈડલાઈનનુ પાલન કરીને વોટિંગ કરવાની અપીલ કરી છે.
નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળમાં આજે એટલે કે સોમવાર(26 એપ્રિલ) 7માં તબક્કાનુ વોટિંગ થઈ રહ્યુ છે. સાતમાં તબક્કામાં 34 સીટો પર વોટ નાખવામાં આવી રહ્યા છે. વોટિંગ સવારે 7 વાગ્યાથી શરૂ થયુ અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને કોરોના વાયરસ ગાઈડલાઈનનુ પાલન કરીને વોટિંગ કરવાની અપીલ કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ છે, 'પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં આજે સાતમાં તબક્કાનુ વોટિંગ છે. મારો લોકોને અનુરોધ છે કે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને બધી કોવિડ-19 સંબંધિત પ્રોટોકૉલનુ પાલન પણ કરે.'

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં સાતમાં તબક્કામાં 9-9 સીટ મુર્શિદાબાદ અને પશ્ચિમી બર્ધમાનથી સૌથી વધુ છે. આ ઉપરાંત કોલકત્તા, દક્ષિણ દિનાજપુર, માલદાની સીટો પર વોટિંગ થઈ રહ્યુ છે. આ તબક્કામાં 284 ઉમેદવારોના નસીબનો નિર્ણય થશે. આ તબક્કામાં જો કે સૌની નજર ભવાનીપુર વિધાનસભા સીટ પર છે જ્યાંથી ટીએમસી પ્રમુખ અને સીએમ મમતા બેનર્જી ધારાસભ્ય છે. જો કે મમતા બેનર્જી આ વખતે ભવાનીપુર છોડીને નંદીગ્રાથી ચૂંટણી લડી રહ્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
