For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WB Assembly Elections 2021: PM મોદીએ જે 18 જગ્યાએ રેલીઓ કરી તેમાંથી 10 સીટો પર જીત્યુ TMC

આવો, નજર કરીએ એ 18 સીટો પર અને જાણીએ કે પીએમ મોદીએ અહીં પોતાની રેલીઓમાં શું-શું કહ્યુ હતુ?

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ શાનદાર વાપસી કરી છે. તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે 200થી વધુ સીટો જીતીને પ્રચંડ બહુમત મેળવ્યો છે. વળી, રાજ્યમાં ભારે જીતનો દાવો કરનાર ભાજપના ખાતામાં માત્ર 76 સીટો આવી છે. તમને જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના દરેક રોડ શોમાં એ જ કહ્યુ હતુ કે ભાજપ બંગાળમાં આ વખતે 200નો આંકડો પાર કરશે. વળી, પીએમ મોદીએ પણ દાવો કર્યો હતો કે '2 મેના રોજ બંગાળમાં દીદીની વિદાય થઈ જશે' પરંતુ પરિણામો એકદમ ઉલટા આવ્યા. બંગાળમાં દીદીએ 200થી વધુ સીટો જીતીને સફળતાનો નવો ઈતિહાસ લખી દીધો. ભાજપ 100નો આંકડો પણ પાર કરી શકી નહિ અને હવેતે ગઈ ચૂંટણીનો હવાલો આપીને કહી રહી છે કે તે 3થી 80 પર આવી છે અને પાર્ટી વોટ પર્સન્ટ રાજ્યમાં વધી ગયા છે.

પીએમ મોદીએ કરી રેલીઓ પરંતુ જીતી ગયુ TMC

પીએમ મોદીએ કરી રેલીઓ પરંતુ જીતી ગયુ TMC

સૌથી ખાસ વાત તો એ છે કે પીએમ મોદીએ બંગાળમાં જે 18 જગ્યાએ ચૂંટણી રેલીઓ કરી હતી ત્યાંથી 10 સીટો ટીએમસીએ જીતી છે. આવો, નજર કરીએ આ બધી સીટો પર અને જાણીએ કે પીએમ મોદીએ અહીં પોતાની રેલીઓમાં શું-શું કહ્યુ હતુ?

'બંગાળમાં બદલાવ આવશે અને દીદીની વિદાય થશે.'

'બંગાળમાં બદલાવ આવશે અને દીદીની વિદાય થશે.'

ચૌરંગી વિધાનસભા સીટઃ TMC જીતી

  • ટીએમસીના નયના બંદોપાધ્યાયે(70,101 વોટ) ભાજપના દેવદત્ત માજી(24,757 વોટ)ને પરાજિત કર્યા.
  • શું કહ્યુ હતુ પીએમ મોદીએઃ ચૌરંગી પરેડ ગ્રાઉન્ડથી પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 'બંગાળમાં બદલાવ આવશે અને દીદીની વિદાય થશે.'

જયનગર વિધાનસભા સીટઃ TMC જીતી

  • ટીએમસીના બિશ્વનાથ દાસ( 1.04,952)એ ભાજપના રાબિન સરદાર(66,269)ને હરાવ્યા.
  • પીએમ મોદીએ શું કહ્યુ હતુઃ 'હું આ ક્ષેત્રમાં અશોલ પોરિબોર્ટનની લહેર જોઈ શકુ છુ.'

ઉલૂબેરિયા પૂર્વઃ TMC જીત્યુ

  • ટીએમસીના બિદેશ રંજન બોસે(86,526) ભાજપના પ્રત્યુષ મંડલ(69,400)ને હરાવ્યા.
  • પીએમે શું કહ્યુ હતુઃ 'બંગાળના લોકોએ નિર્ણય કરી લીધો છે, દીદી મસ્ટ ગો.'

સોનારપુર દક્ષિણઃ TMC જીત્યુ

  • ટીએમસીના લવલી મિત્રાએ(96,822) અંજના બસુ(76,432)મતોથી હરાવ્યા.
  • પીએમે શું કહ્યુ હતુઃ 'બંગાળમાં કોઈ પણ બહારનુ નથી. જો ભાજપ 2 મે પછી અહીં સરકાર બનાવશે તો અહીંની માટીનો જ એક દીકરો રાજ્યનો સીએમ બનશે.'

સોશિયલ મીડિયા પર વાયરલ થયો મમતા બેનર્જીનો 1980ના દશકનો ફોટોસોશિયલ મીડિયા પર વાયરલ થયો મમતા બેનર્જીનો 1980ના દશકનો ફોટો

'દીદીના લોકો એસસી, એસટી, ઓબીસી...ને ગાળો આપે છે'

'દીદીના લોકો એસસી, એસટી, ઓબીસી...ને ગાળો આપે છે'

હાવડા સેન્ટ્રલઃ TMC જીત્યુ

  • ટીએમસીના અરુપ રૉય(96,465)એ ભાજપના સંજય સિંહને(55,340)મતોથી હરાવ્યા.
  • પીએમે શું કહ્યુ હતુઃ 'દીદીની ભ્રષ્ટ સરકારના કારણે અહીં ગુનાઓ અને લૂંટનુ વર્ચસ્વ છે, જો ભાજપ સત્તામાં આવશે તો અહીં બિઝનેસ કરવાનુ સરળ હશે અને જિંદગી સરળ હશે.'

કૃષ્ણાનગર દક્ષિણઃ TMC જીત્યુ

  • ટીએમસીના ઉજ્વલ વિશ્વાસે(91,738) ભાજપના મહાદેવ સરકારને(82,433) મતોથી હરાવ્યા.
  • પીએમે શું કહ્યુ હતુઃ 'દીદી અને તેમની પાર્ટીએ બધી હદો પાર કરી દીધી છે. તેમના લોકો એસસી, એસટી, ઓબીસી...ને ગાળો આપે છે, દીદીની પાર્ટીની આ રણનીતિ છે.'

બર્ધમાન ઉત્તરઃ TMC જીત્યુ

  • ટીએમસીના નિશીથ કુમાર મલિકે(1,11,211) ભાજપના રાધાકાંત રાય(93,943)ને હરાવ્યા.
  • પીએમે શું કહ્યુ હતુઃ 'માટીને લૂંટવી અને માનુષનુ ખૂન કરવુ દીદીના નારાની વાસ્તવિકતા છે.'

બારાસાત વિધાનસભા સીટઃ TMC જીત્યુ

  • ટીએમસીના ચિરંજીત ચક્રવર્તી(1,04,431) એ સંકર ચેટર્જી(80,648)ને હરાવ્યા.
  • પીએમે શું કહ્યુ હતુઃ 'દીદીની હતાશા વધી રહી છે કારણકે પરિણામનો દિવસ નજીક આવી રહ્યો છે. રેલીઓમાં દીદી ઓ દીદી કહેવા પર તેઓ હવે બહુ ગુસ્સે થઈ જાય છે.'

'ચૂંટણી પંચની મદદ વિના બંગાળમાં 50 સીટ પણ ના જીતી શકત BJP''ચૂંટણી પંચની મદદ વિના બંગાળમાં 50 સીટ પણ ના જીતી શકત BJP'

ટીએમસી કહે છે 'ખેલા હોબે', ભાજપ કહે છે 'વિકાસ હોબે'

ટીએમસી કહે છે 'ખેલા હોબે', ભાજપ કહે છે 'વિકાસ હોબે'

જમુરિયાઃ TMC જીત્યુ

  • ટીએમસીના બર્ધમાન હરેરામ(71,002)એ ભાજપના તાપસ રૉય(62,951)ને હરાવ્યા.
  • પીએમે શું કહ્યુ હતુઃ 'લોકો અહીં રોજગાર માટે આવતા હતા પરંતુ આજે અહીંના લોકો પલાયન કરી રહ્યા છે. અહીં માફિયા રાજ ફેલાયુ છે.'

પુરુલિયાઃ ભાજપ જીત્યુ

  • ભાજપના સુદીપ કુમાર મુખર્જી(89, 733)એ ટીએમસીના સુજૉય બેનર્જી(82,751)ને હરાવ્યા.
  • પીએમે શું કહ્યુ હતુઃ 'ટીએમસી કહે છે 'ખેલા હોબે', ભાજપ કહે છે 'વિકાસ હોબે' - ટીએમસીના દિવસો ખતમ થઈ ગયા છે. અહીં સુધી કે મમતા દીદી પણ આ જાણે છે.'

સિલીગુડી વિધાનસભા સીટઃ ભાજપ જીત્યુ

  • ભાજપના સંકર ઘોષ(89,370)એ ટીએમસીના ડૉ. ઑમ પ્રકાશ મિશ્રા(53,784) મતોથી હરાવ્યા.
  • પીએમે શું કહ્યુ હતુઃ 'કેન્દ્રીય બળ સામે લોકોને ભડકાવવાથી મદદ નહિ મળે. ટીએમસી બંગાળમાં હિંસાની સંસ્કૃતિને જન્મ આપી રહી છે.'

ખડગપુર સદરઃ ભાજપ જીત્યુ

  • ભાજપના હીરામનમય ચટ્ટોપાધ્યાય(79,607)એ ટીએમસીના પ્રદીપ સરકાર(75,836)ને હરાવ્યા.
  • પીએમે શું કહ્યુ હતુઃ 'ખડગપુરનુ આ ક્ષેત્ર આપણને મિની ઈન્ડિયાની ઝલક આપે છે, મમતા બેનર્જી વોટ બેંકની રાજનીતિ માટે તુષ્ટિકરણનો ખેલ ખેલી રહ્યા છે.'

કૂચ બિહારઃ ભાજપ જીત્યુ

  • ભાજપના નિલાદ્રી રંજન ડે(91,560)એ ટીએમસીના અવિજિત ડી ભૌમિક (86,629)ને હરાવ્યા.
  • પીએમે શું કહ્યુ હતુઃ 'મમતા નંદીગ્રામમાં પ્રતિષ્ઠાની લડાઈ હારશે.'

બાંકુરાઃ ભાજપ જીત્યુ

  • ભાજપના નિલાદ્રી શેખર ડાબા(95,466)એ ટીએમસીના સયાંતિકા બેનર્જી(93,993) મતોથી હરાવ્યા.
  • પીએમે શું કહ્યુઃ 'ટીએમસી માત્ર ખોખલા વચનો આપે છે. તે બળજબરીથી વસૂલી કરનારનુ રેકેટ ચલાવી રહી છે.'

કાંથી દક્ષિણઃ ભાજપ જીત્યુ

  • ભાજપના અરુપ કુમાર દાસ(98,477)એ ટીએમસીના જ્યોતિર્મય કર(88,184) સામે જીત મેળવી.
  • પીએમે શું કહ્યુ હતુઃ '2 મેએ દીદી જઈ રહ્યા છે, અસલી પરિવર્તન આવી રહ્યુ છે'. તમને જણાવી દઈએ કે નંદીગ્રામથી જીતનાર ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના પિતા શિશિર અધિકારી આ લોકસભા ક્ષેત્રના સાંસદ છે.

કલ્યાણીઃ ભાજપ જીત્યુ

  • ભાજપના અંબિકા રૉય(76,724) ટીએમસીને અનિરુદ્ધ વિશ્વાસ(72,423)ને હરાવ્યા.
  • પીએમે શું કહ્યુ હતુઃ 'બંગાળના લોકો સોનાર બાંગ્લા ઈચ્છે છે, બંગાળને હવે અસલ પરિવર્તનની જરૂર છે.'

ગંગારામુરઃ ભાજપ જીત્યુ

  • ભાજપના સત્યેન્દ્રનાથ રૉય(88,724)એ ટીએમસીના ગૌતમ દાસ(84,132)ની હરાવ્યા.
  • પીએમે શું કહ્યુઃ 'મા ગંગાએ હંમેશા ભાજપને પોતાના આશીર્વાદ આપ્યા છે, 2 મેના રોજ બંગાળ પણ એ આશીષ આપનારી લિસ્ટમાં આવી જશે.'

English summary
West Bengal Election 2021: TMC won 10 seats from 18 where PM Modi addressed public meetings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X