'શબો સાથે રેલીની તૈયારી કરો...' સીતલકૂચી ઘટના પર CM મમતા બેનર્જીનો કથિત ઑડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર ટીએમસીના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો એક કથિત ઑડિયો વાયરલ થઈ રહ્યો છે.

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં શનિવારે(17 એપ્રિલ) પાંચમાં તબક્કા માટે 45 સીટો પર ચૂંટણી છે. એવામાં ચૂંટણીના બરાબર એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ટીએમસીના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો એક કથિત ઑડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ઑડિયો ક્લિપને ભાજપના નેતાઓએ શેર કરી છે. વાયરલ ઑડિયો ક્લિપ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાતચીત ટીએમસી ઉમેદવાર અને મમતા બેનર્જી વચ્ચેની છે. કથિત રીતે ભાજપે દાવો કર્યો છે કે આ વાયરલ ઑડિયો ક્લિપમાં મમતા બેનર્જી સીતલકૂચીથી ટીએમસી ઉમેદવારને કથિત રીતે કહેતા સંભળાઈ રહ્યા છે કે, 'ગભરાવ નહિ, સીઆઈએસએફ કર્મીઓ દ્વારા ચલાવવામાં આવેલી ગોળીથી માર્યા ગયેલા 4 લોકોના શબો સાથે રેલીઓની તૈયારી કરો.' ઑડિયો ક્લિપ વાયરલ થયા બાદ ટીએમસીએ તેને નકલી ઑડિયો ક્લિપ ગણાવી છે.

mamata

ટીએમસીએ કહ્યુ છે કે ભાજપે આ નકલી ઑડિયો ક્લિપને જાણી જોઈને વાયરલ કરી છે. મમતા બેનર્જી અને ટીએમસી ઉમેદવાર વચ્ચે આ પ્રકારની કોઈ વાતચીત નથી થઈ. જો કે, ઑડિયો ક્લિપની પ્રામાણિકતાની ખરાઈ હજુ સુધી થઈ શકી નથી.ઑડિયો ક્લિપને શુક્રવારે(16 એપ્રિલ) સાંજે ભાજપ દ્વારા શેર કરવામાં આવી છે.

જેપી નડ્ડા અને અમિત માલવીયે કરી ઑડિયો ક્લિપ શેર

મમતા બેનર્જીના કથિત ઑડિયોને ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીય અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. ભાજપ નેતા અમિત માલવીયએ ઑડિયો ક્લિપને ટ્વિટ કરીને દાવો કર્યો છે કે આ વાતચીત મમતા બેનર્જી અને સીતલકૂચી વિધાનસભા સીટથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર પાર્થ પ્રતિમ રાય વચ્ચે થઈ છે.

અમિત માલવીયએ કહ્યુ છે કે મમતા બેનર્જી ટીએમસીના નેતાઓને શબોસાથે રેલીઓ કરવાની વાત કહીને હિંસા અને હુલ્લડ કરાવવા માંગતા હતા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કરીને કહ્યુ છે કે સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ તુચ્છ રાજકીય સ્વાર્થ માટે લોકોના મોત પર રાજનીતિ કરે છે. ટીએમસીને ખુદ પર શરમ આવવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X