For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

West Bengal Election Result: નંદીગ્રામ સીટ પર મમતા બેનરજીની હાર

West Bengal Election Result: નંદીગ્રામ સીટ પર મમતા બેનરજીની હાર

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળની સૌથી ચર્ચિત સીટ નંદીગ્રામથી ટીએમસી પ્રમુખ મમતા બેનરજીને મોટો ઝાટકો લાગ્યો છે. તેમને ભાજપના ઉમેદવાર સુવેંદુ અધિકારી 1736 મતે હરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે નંદીગ્રામ સીટ પર વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનરજીની પ્રતિષ્ઠા દાવ પર લાગ્યો હતી. પહેલીવાર છે જ્યારે ટીએમસી ચીફે નંદીગ્રામ સીટથી ભાજપ ઉમેદવાર સુવેંદુ અધિકારી સામે ચૂંટણી લડી હોય, પરંતુ તેઓ આ ચૂંટણી હારી ગયાં. અહીં મમતા બેનરજીને પોતાના પૂર્વ સાથી અને વિપક્ષી ઉમેદવાર સુવેંદુ અધિકારીથી કાંટાની ટક્કર મળી છે. સીએમ મમતા બેનરજીની હાર બાદથી ટીએમસી કાર્યકર્તાઓએ સવાલો ઉઠાવવા શરૂ કરી દીધા છે.

mamata banerjee

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે આઠ તબક્કામાં મતદાન સંપન્ન કરાવવામાં આવ્યું હતું, જેની મતગણતરી આજે થઈ રહી છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોના પરિણામોનું આજે એલાન થઈ જશે. બંગાળની સીટ પર ચૂંટણી પરિણામ સામે આવવા લાગ્યા છે. પરંતુ બધાની નજર નંદીગ્રામ વિધાનસભા ક્ષેત્રના પરિણામો પર હતી.

શરદ પવારે મમતા બેનર્જી, પિનારાઈ અને સ્ટાલિનને અભિનંદન આપીને કહી એક વાત...શરદ પવારે મમતા બેનર્જી, પિનારાઈ અને સ્ટાલિનને અભિનંદન આપીને કહી એક વાત...

અહીં મમતા બેનરજી અને સુવેંદુ અધિકારી વચ્ચે આકરી ટક્કર જોવા મળી, શરૂઆતી ટ્રેન્ડમાં આગળ રહ્યા બાદ પરિણામ આવતા સુધી ભાજપ ઉમેદવારે મમતા બેનરજીને ધોબી પછાડ આપી.

જણાવી દઈએ કે પહેલાં મમતા બેનરજી જીતી ગયાં હોવાના અહેવાલ વહેતા થતાં ટીએમસી કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. જો કે બાદમાં ચૂંટણી પંચે મમતા બેનરજીની હાર ઘોષિત કરતાં મમતા બેનરજીએ પણ આક્રોષ વ્યક્ત કર્યો અને ચૂંટણી પંચ સામે કોર્ટ જવાની ધમકી આપી દીધી હતી. મમતા બેનરજીએ કહ્યું કે પહેલાં મને વિજેતા ઘોષિત કરી દબાણમાં આવી ચૂંટણી પંચે મને હારેલા ઉમેદવાર ઘોષિત કર્યા છે.

English summary
West Bengal Election Result: Mamata banerjee lost to suvendu adhikari on nandigram seat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X