પશ્ચિમ બંગાળ ચૂંટણી 2021ઃ 6 મહિનામાં ભાજપમાં જોડાયા હોય તેવા 36 નેતાને ભાજપે ટિકિટ આપી
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2021ઃ 6 મહિનામાં ભાજપમાં જોડાયા હોય તેવા 36 નેતાને ભાજપે ટિકિટ આપી
West Bengal Assembly Election 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી અને મમતા બેનરજીને ઘેરવા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરી તૈયારીઓ કરી લીધી છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે અત્યાર સુધી પોતાના 282 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે ઘોષિત કરેલા 282 ઉમેદવારોમાંથી 46 ઉમેદવારો એવા છે જેઓ 2019ની લોકસભા ચૂંટણી બાદ બે વર્ષથી પણ ઓછા સમયમાં ભાજપમાં સામેલ થયા છે. જેમાથી એક 34 ઉમેદવાર તૃણમૂલ કોંગ્રેસના છે. સીપીએમના છ, કોંગ્રેસના ચાર અને ફોરવર્ડ બ્લૉક અને ગોરખા જનમુક્તિ મોરચાના એક-એક ઉમેદવાર છે. પાછલા વર્ષોમાં ભાજપ પાર્ટીમાં સામેલ થયેલા 46 ઉમેદવારોમાંથી 36 ઉમેદવારો પાછલા છ મહિનામાં ભાજપમાં સામેલ થયા છે. જેના પરથી અંદાજો લગાવી શકાય કે ભાજપે પશ્ચિમ બંગાળ જીતવા માટે તગડું હોમવર્ક કરી રાખ્યું છે અને કોઈપણ કિંમતે દીદીને માત આપવા માંગે છે.

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કા માટે 27 માર્ચે, બીજા તબક્કા માટે 1લી એપ્રિલે, ત્રીજા તબક્કા માટે 6 એપ્રિલે, ચોથા તબક્કામાં 10 એપ્રિલે, પાંચમા તબક્કા માટે 17 એપ્રિલે, છઠ્ઠા તબક્કા માટે 22 એપ્રિલે, સાતમા તબક્કા માટે 26 એપ્રિલે અને આઠમા તબક્કા માટે 29 એપ્રિલે મતદાન થશે. જ્યારે આસામની 126 સીટ માટે ત્રણ તબક્કામાં મતદાન થશે. મતદાન માટે 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલની તારીખ જાહેર કરાઈ છે. 2 મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થઈ જશે.












Click it and Unblock the Notifications
