For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાળાના બાથરૂમમાં ચહેરા પર પ્લાસ્ટિક બાંધેલુ મળ્યુ છાત્રાનું શબ, પાસે મળી આવી નોટ

શુક્રવારે પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકત્તામાં એક ગર્લ્સ સ્કૂલના બાથરૂમમાં 10માંની એક છાત્રાનું શબ મળી આવ્યુ.

|
Google Oneindia Gujarati News

શુક્રવારે પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકત્તામાં એક ગર્લ્સ સ્કૂલના બાથરૂમમાં 10માંની એક છાત્રાનું શબ મળી આવ્યુ. કિશોરીના ચહેરા પર પ્લાસ્ટિક લપેટેલુ હતુ અને તેના ડાબા હાથના કાંડા પર ઈજાના નિશાન હતા. રાનીકુથી વિસ્તારમાં સ્થિત આ શાળાએ પોલિસને જાણ કરી. બાળકી પોતાના ક્લાસમાં ટૉપર હતી. તે મળતા જ ઉતાવળમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી.

આ પણ વાંચોઃ ઈન્ડિયન નેવીની વૉરશિપ INS વિશાખાપટ્ટનમ પર લાગી આગ, એકનું મોતઆ પણ વાંચોઃ ઈન્ડિયન નેવીની વૉરશિપ INS વિશાખાપટ્ટનમ પર લાગી આગ, એકનું મોત

શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો

શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો

ડૉક્ટરોએ જણાવ્યુ કે છાત્રાના કાંડા પર ઈજાના નિશાન છે પરંતુ એ તેના મોતનું કારણ નથી. આગળની તપાસ માટે કિશોરીની શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યુ છે. કિશોરીના શબ પાસેથી પોલિસને અમુક હેન્ડરિટન નોટ્સ મળી આવી છે. પોલિસને શંકા છે કે કિશોરીના કોઈ સહપાઠીએ જ તેની હત્યાને અંજામ આપ્યો છે.

3 મહિનાથી બરાબર સૂઈ નહોતી શકતી છાત્રા

3 મહિનાથી બરાબર સૂઈ નહોતી શકતી છાત્રા

કિશોરી પાસે પડેલી નોટ્સ વિશે પોલિસે જણાવ્યુ કે, ‘નોટ અનુસાર કિશોરી તણાવમાં હતી અને ગયા 3 મહિનાથી સૂઈ નહોતી શકતી.' પોલિસે જણાવ્યુ કે આ કેસમાં અમે કિશોરીના માતાપિતા સાથે વાત કરી છે પરંતુ તેમની હાલત જોઈને અમે તેમને બહુ ઓછા સવાલ પૂછી રહ્યા છે. કિશોરીના માતાપિતા હજુ શોકમાં છે.

શાળાના સીસીટીવી ફૂટેજ તપાસાઈ રહ્યા

શાળાના સીસીટીવી ફૂટેજ તપાસાઈ રહ્યા

મૃત છાત્રા અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી અને 12માં પછી ઈન્ડિય સ્ટેટિસ્ટિકલ ઈન્સ્ટીટ્યુટમાં એડમીશન લેવા ઈચ્છતી હતી. પ્રારંભિક તપાસમાં માલુમ પડ્યુ છે કે તે આના કારણે જ પ્રેશરમાં હતી. પોલિસ અધિકારીઓએ જણાવ્યુ કે અમારા ફોરેન્સિક એક્સપર્ટ ઘટના સ્થળેથી પુરાવા એકઠા કરી રહ્યા છે અને અમે શાળાના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છે. વળી, શાળા પ્રશાસને કેસમાં કંઈ પણ બોલવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

English summary
west bengal: girl found dead in bathroom of the school
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X