For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ટીએમસી અને ભાજપા કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ

પશ્ચિમ બંગાળમાં ગ્રામ પંચાયત અને પંચાયત સમિતિ જિલ્લા પરિષદ ચૂંટણીની આજે મતગણના થઇ રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળમાં ગ્રામ પંચાયત અને પંચાયત સમિતિ જિલ્લા પરિષદ ચૂંટણીની આજે મતગણના થઇ રહી છે. પરિણામોમાં આવતા રૂઝાનમાં ટીએમસી મોટી લીડ મેળવી રહી છે. જયારે ભાજપા પણ સારું પ્રદર્શન કરીને બીજા નંબરે છે. એક તરફ જ્યાં ટીએમસી કાર્યકર્તાઓ રાજ્યમાં જશ્ન મનાવી રહ્યા છે, તો ભાજપાના ઉત્સાહિત કાર્યકર્તાઓ પણ રસ્તા પર છે. આવી હાલતમાં બંને પાર્ટીના લોકો વચ્ચે ટકરાવ થવાની પણ ખબરો આવી છે. ઘણી જગ્યા પર ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ સામસામે ટકરાવ થવાની ઘટના પણ આવી છે.

west bengal

બીરભૂમમાં એક મતગણના સ્થળ પર તુલમૂલ કોંગ્રેસ અને ભાજપ કાર્યકર્તાઓ સામસામે ટકરાઈ ગયા. ત્યારપછી પરિસ્થિતિ જોતા સુરક્ષાબળો ઘ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને બંને પાર્ટીના કાર્યકર્તાઓને ત્યાંથી ભગાડવામાં આવ્યા. પંચાયત ચૂંટણીમાં ટીએમસી ઘ્વારા બધા જ 19 જિલ્લાઓમાં મોટી લીડ મેળવવામાં આવી છે. ભાજપ ઉમેદવારો ઘ્વારા બીજી પોઝિશનમાં પોતાની જગ્યા બનાવવામાં આવી છે.

આપણે જણાવી દઈએ કે ઈલેક્શન દરમિયાન પૂરતી સુરક્ષા હોવા છતાં પણ પશ્ચિમ બંગાળમાં જોરદાર હિંસા જોવા મળી હતી. ઘણી જગ્યા પર ટીએમસી કાર્યકર્તા અને વિપક્ષી દળના સદસ્યો વચ્ચે હિંસા જોવા મળી. આ હિંસા મુખ્યરૂપે નોર્થ અને સાઉથ 24 પરગણા, નાદિયા, મુસીદાબાદ અને સાઉથ દીનાપુર જિલ્લામાં જોવા મળી.

English summary
West bengal panchayat elections tmc bjp workers clashed birbhum lathi charge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X