For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળ: શાળાના પુસ્તકમાં મિલ્ખા સિંહની જગ્યાએ છાપ્યો ફરહાન અખ્તરનો ફોટોગ્રાફ

સ્કૂલની ટેક્સ્ટ બુકમાં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક વિજેતા દોડવીર મિલ્ખા સિંહની જગ્યાએ ફરહાન અખ્તરની ફોટો પ્રિન્ટ કરી દીધી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

સરકારી શાળાઓમાં પુસ્તકોમાં ભૂલો હોવી તે સામાન્ય વાત છે. આવો એક કેસ પશ્ચિમ બંગાળમાં થયો છે. અહીં સ્કૂલની ટેક્સ્ટ બુકમાં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક વિજેતા દોડવીર મિલ્ખા સિંહની જગ્યાએ ફરહાન અખ્તરની ફોટો પ્રિન્ટ કરી દીધી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ બની રહ્યો છે. જ્યારે આ વાત બોલીવુડ અભિનેતા ફરહાન અખ્તરને ખબર પડી ત્યારે તેમણે તરત જ પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રાલયને ટ્વિટ કર્યું અને તેમને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવા કહ્યું.

મિલ્ખા સિંહની જગ્યાએ જઈ રહ્યો છે મારો ફોટો

મિલ્ખા સિંહની જગ્યાએ જઈ રહ્યો છે મારો ફોટો

અભિનેતા ફરહાન અખ્તરએ ટ્વીટમાં લખ્યું હતું કે, સ્કૂલ ટેક્સ્ટ બુકમાં એક મોટી ભૂલ છે. તેમાં મિલ્ખા સિંહજી ના ફોટાની જગ્યાએ તે ફોટો જઈ રહ્યો છે, જેમાં ભાગ મિલ્ખા ભાગમાં હું એ તેમનો કિરદાર નિભાવ્યો હતો. શું તમે આ પુસ્તકને બદલવા માટે પ્રકાશકને વિનંતી કરી શકો છો? એવું માનવામાં આવે છે કે પ્રકાશક કદાચ ભૂલથી મિલ્ખા સિંહને બદલે ફરહાનની ફોટો છાપી દીધી. આશ્ચર્યજનક વાત એ છે કે આ પુસ્તકના રીવ્યુમાં આ વાત પકડમાં આવી નથી.

ફરહાન અખ્તર 'ભાગ મિલ્ખા ભાગ' માં મિલ્ખા સિંહની ભૂમિકા ભજવી ચુક્યા છે

હકીકતમાં ફરહાન અખ્તર, જેમણે 'ભાગ મિલ્ખા ભાગ' માં મિલ્ખા સિંહની ભૂમિકા ભજવી ચુક્યા છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક ઓ બ્રાયન તેના વળતા જવાબમાં ટ્વીટમાં આ ભૂલ તરફ ધ્યાન દોરવા માટે ફરહાનનો આભાર માન્યો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ બાબત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તમારા સૂચન બદલ આભાર. ડેરેક ઓ બ્રાયનના રિપ્લાઈ પર ફરહાનએ તેમને થેંકસ કહ્યું અને કહ્યું કે તેમને એટલા માટે જ ટેગ કર્યું હતું કારણ કે તેઓ શિક્ષણ માટે તેમની પ્રતિબદ્ધતાઓને જાણે છે.

શિક્ષણ મંત્રીએ આપ્યો તપાસનો આદેશ

શિક્ષણ મંત્રીએ આપ્યો તપાસનો આદેશ

આ મુદ્દાના જવાબમાં પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીએ જણાવ્યું હતું કે સરકાર આ બાબતે તપાસ કરશે. અખ્તરની ટ્વિટ વિશે અમને જાણ કરવામાં આવી છે. અમે આની તપાસ કરી રહ્યા છીએ. અમે પાઠ્યપુસ્તક વિશે જાણકારી શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તે કયા વર્ગની છે અને તે કયા પ્રકાશનની છે. અમે માહિતી મેળવી લીધા પછી અમે જરૂરી પગલાં લઈશું. ફ્લાઈંગ શીખના નામથી ઓળખાતા મિલ્ખા સિંહ કોમનવેલ્થ ગેમ્સ (1958) સિંગલ્સ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. ફરહાન અખ્તરએ 'ભાગ મિલ્ખા ભાગ' માં તેમની ભૂમિકા ભજવી હતી.

English summary
West Bengal school textbook puts Farhan Akhtar photograph as Milkha Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X