For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: પશ્ચિમ બંગાળમાં અમિત શાહની ચૂંટણી રેલીમાં તોડફોડ

પશ્ચિમ બંગાળમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહની ચૂંટણી રેલી દરમિયાન તોડફોડ અને આગચંપી જોવા મળી.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહની ચૂંટણી રેલી દરમિયાન તોડફોડ અને આગચંપી જોવા મળી. પશ્ચિમ બંગાળમાં મિદનાપુરમાં ચૂંટણી રેલી દરમિયાન કાર્યકર્તાઓની બસોની તોડફોડ કરવામાં આવી અને એક વાહનને આગ પણ લગાવી દેવામાં આવી. ભાજપે તેના માટે મમતા સરકારને જવાબદાર ગણાવી છે. મિદનાપુરમાં રાજ્યની ટીએમસી સરકાર પર પ્રહાર કરતા અમિત શાહે જણાવ્યું હતું કે બંગાળની સરકારે રાજ્યમાં વિકાસ કરવા માટે ઉદ્યોગ લગાવવાને બદલે બૉમ્બ બનાવવાની ફેક્ટરી બનાવવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો: ઉનામાં બોલ્યા અમિત શાહ- કોંગ્રેસ માટે OROP એટલે 'ઓનલી રાહુલ, ઓનલી પ્રિયંકા'

ટીએમસી અમારી તાકાતથી ગભરાઈ ચુકી

ટીએમસી અમારી તાકાતથી ગભરાઈ ચુકી

અમિત શાહની રેલીમાં પાર્કિંગમાં ઉભેલા વાહનોની તોડફોડ થઇ ત્યારપછી ભાજપા નેતા રાહુલ સિન્હાએ પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારને જવાબદાર ગણાવીને કહ્યું કે ટીએમસી અમારી તાકાતથી ગભરાઈ ચુકી છે. એટલા માટે તેઓ હિંસા પર ઉતરી આવ્યા છે. દુર્ભાગ્ય છે કે આ બધું જ પોલીસની હાજરીમાં થયું. હુમલાખોરોએ મહિલાઓને પણ નહીં છોડી.

ભાજપા નેતા કૈલાશ વિજયવર્ગીય

જયારે બીજી બાજુ ભાજપા નેતા કૈલાશ વિજયવર્ગીય ઘ્વારા પણ આ ઘટના માટે ટીએમસી જવાબદાર છે તેવું ગણાવ્યું છે તેમને કહ્યું કે અમે મમતા બેનર્જીને ચેતવણી આપવા માંગીયે છે કે આ પ્રકારની હરકતથી ભાજપા કાર્યકર્તાઓ ગભરાઈ નહીં. આ તમને ખુબ જ મોંઘુ પડશે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ

ભાજપ અધ્યક્ષ અમિત શાહ

પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના કાંથીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે રેલીને સંબોધિત કરીને ચિટફંડ કંપનીઓના માલિકો અને મમતા બેનર્જી વચ્ચે ગઠબંધનનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યુ હતુ કે શું તમે મમતા બેનર્જીના બધા ગુણોથી વાકેફ છો, તે એક મહાન પેઈન્ટર પણ છે, જો કોઈ મહાન પેઈન્ટરની પેઈન્ટિંગ દસ, વીસ હજાર કે પછી એક બે લાખ રૂપિયા હશે. પરંતુ મમતા બેનર્જીની પેઈન્ટિંગને ચિટફંડ કંપનીઓના માલિકોએ કરોડોમાં ખરીદી છે.

English summary
West Bengal: Vehicles vandalize in Amit Shah's rally, BJP slams TMC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X