Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં 30 વર્ષ બાદ ગઠબંધન વગરની સરકાર બનવાના કેટલા ચાન્સ? જાણો સમીકરણ
Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ વિવિધ ગઠબંધનના નેતાઓ એક્શનમાં છે અને સીટ શેરિંગને લઈને ચર્ચાઓ તેજ થઈ છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રની રાજનીતિમાં ગઠબંધન સરકારનો લાંબો ઇતિહાસ છે. છેલ્લા 30 વર્ષથી મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર ચાલી રહી છે.

જેમ જેમ ચૂંટણી આગળ વધી રહી છે તેમ તેમ વિવિધ ગઠબંધન અસ્તિત્વમાં આવી રહ્યા છે. એક તરફ મહા વિકાસ અઘાડી અને મહા યુતિ ગઠબંધમ અસ્તિત્વમાં છે તો બીજી તરફ પરિવર્તન મહાશક્તિ ગઠબંધન અસ્તિત્વમાં આવ્યુ છે.
મહારાષ્ટ્રમાં સીધી રીતે જોઈએ તો મહાયુતિ ગઠબંધન સામે મહા વિકાસ અઘાડીની ટક્કર છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 288 સીટોમાંથી 145 સીટો જીતવી જરૂરી છે.
છેલ્લા ત્રણ દાયકાથી મહારાષ્ટ્રમાં માત્ર ગઠબંધનની સરકારો જ છે. ત્રણ દાયકામાં એક પણ પક્ષ પોતાના દમ પર 145 બેઠકો જીતીને બહુમતી સરકાર બનાવી શક્યો નથી.
1995થી મહારાષ્ટ્રમાં એક પણ પક્ષ સત્તા સંભાળી શક્યો નથી. છેલ્લી બહુમતિ સરકાર 1990 માં બની હતી, જ્યારે કોંગ્રેસે 288 સભ્યોની વિધાનસભામાં 141 બેઠકો જીતી હતી, જો કે બહુમતી ઓછી હતી અને ભાજપ અને શિવસેનાએ અનુક્રમે 42 અને 52 બેઠકો જીતી હતી.
હાલની સ્થિતીની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકાર જૂન 2022 સુધી ચાલી હતી અને એકનાથ શિંદેના બળવાને કારણે તેનું પતન થયું. ત્યારબાદ શિંદેએ ભાજપ સાથે ગઠબંધન કરીને નવી સરકાર બનાવી.
આ પછી એક વર્ષ પછી અજિત પવાર મહાયુતિ સરકારમાં જોડાવા માટે એનસીપીથી અલગ થઈ ગયા. આના કારણે છ મુખ્ય રાજકીય ખેલાડીઓ બે જૂથોમાં વહેંચાઈ ગયા હોય તેવી અસામાન્ય સ્થિતિ સર્જાઈ છે. હવે જોવાનું એ રહે છે કે આ ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતિ મળે છે કે કેમ?












Click it and Unblock the Notifications
