Milkipur Exit Poll 2025 : મિલ્કીપુરમાં સમાજવાદી પાર્ટીના જીવતાના કેટલા ચાન્સ? જાણો એક્ઝિટ પોલના આંકડા
Milkipur Exit Poll 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી સાથે સાથે ઉત્તર પ્રદેશની મિલ્કીપુર વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન યોજાયુ છે. તમામ લોકોની નજર આ સીટ પર હતી ત્યારે સમાજવાદી પાર્ટી અને બીજેપીએ અહીં પુરી તાકાત લગાવી હતી.
અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા બેઠક પર સાંજે 5 વાગ્યા સુધી 65 ટકા મતદાન થયુ છે. આ સીટ પર સપાએ ફૈઝાબાદ લોકસભા સીટના સાંસદ અવધેશ પ્રસાદના પુત્ર અજીત પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે.

બીજી તરફ બીજેપીએ ચંદ્રભાનુ પાસવાનને તક આપી છે. અહીં આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)એ સંતોષ કુમાર ચૌધરીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
મતદાન બાદ હવે આ સીટનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. યુપીતક દ્વારા કરવામાં આવેલા પત્રકારોના એક્ઝિટ પોલમાં અહીં ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતી શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે.
બીજી તરફ મતદાન બાદ સપાએ પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી છે. સપાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે, સમાજવાદી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને અપીલ છે કે મિલ્કીપુર વિધાનસભા પેટાચૂંટણીના મતદાન પછી જ્યાં સુધી EVM સીલ ન થાય ત્યાં સુધી તેની દેખરેખ રાખો અને પછી જ્યાં સુધી EVM સ્ટ્રોંગ રૂમમાં ન પહોંચે ત્યાં સુધી નજર રાખો.
મતદાન પૂરું થયા પછી જે વાહન પર EVM સ્ટ્રોંગ રૂમમાં જાય છે તેને ફોલો કરો અને તેને સ્ટ્રોંગ રૂમ સુધી છોડો. આ ઉપરાંત પક્ષના પોલિંગ એજન્ટે પ્રિસાઇડિંગ ઓફિસર પાસેથી ફોર્મ 17C (ભાગ-1) મેળવીને ચૂંટણી એજન્ટને પ્રદાન કરવું આવશ્યક છે.












Click it and Unblock the Notifications
