પનામા પેપર્સ શું છે? જેમાં EDએ એશ્વર્યા રાય બચ્ચનને પુછપરછ માટે આપ્યું સમન્સ
પનામા પેપર્સ લીક મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કારણ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. ઐશ્વર્યા સોમવારે ED સમક્ષ પૂછપરછ માટે દિલ્હી ઓફિસમાં હાજર થઈ
પનામા પેપર્સ લીક મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કારણ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. ઐશ્વર્યા સોમવારે ED સમક્ષ પૂછપરછ માટે દિલ્હી ઓફિસમાં હાજર થઈ હતી. 48 વર્ષીય અભિનેત્રીને એજન્સી દ્વારા 2016ના પનામા પેપર્સ લીક કેસમાં તેની દિલ્હી ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. આ પહેલા ડિરેક્ટોરેટે તેના પતિ અને બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનને પણ સમન્સ પાઠવ્યા છે. ચાલો જાણીએ શું છે પનામા પેપર્સ? અને આને લગતા સમાચારો સનસનાટી કેમ પેદા કરે છે? એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ 2016 થી આ કેસની તપાસ કરી રહ્યું છે, જ્યારે આ દસ્તાવેજો વૈશ્વિક સ્તરે સામે આવ્યા હતા.
પનામા પેપર્સ શું છે?
પનામા પેપર્સ લીક કેસમાં 2015 માં કંપની મોસાક ફોન્સેકાના 11.5 કરોડથી વધુ કાનૂની દસ્તાવેજો લીક થયા હતા. 3 એપ્રિલ, 2016ના રોજ જર્મનીના એક અખબાર (SZ) દ્વારા પનામા પેપર્સના નામથી આ સંબંધિત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજમાં ભારતની સાથે સાથે લગભગ 200 દેશોના ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓ, નેતાઓના નામ સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ પર મની લોન્ડરિંગનો આરોપ હતો. દસ્તાવેજમાં વર્ષ 1977થી લઈને 2015ના અંત સુધીની માહિતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
પનામા પેપર્સમાં શું છે રાઝ?
આ પેપરમાં સંબંધિત વ્યક્તિઓ અને તેમના કથિત ગેરકાયદેસર વ્યવહારો સંબંધિત નાણાકીય માહિતી છે. જેઓએ સંબંધિત કંપનીને નાણાં આપ્યા હતા અને કરચોરી સહિત આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ટાળવા ગેરકાયદેસર રોકાણ હેઠળ તેનો ઉપયોગ કર્યો હતો. 'જોન ડો' નામના અજાણ્યા વ્યક્તિએ આ દસ્તાવેજ જર્મન અખબારના પત્રકારને આપ્યો હતો. એવું કહેવાય છે કે તેની પાછળનો તેમનો હેતુ એ હતો કે વિશ્વભરની મોટી હસ્તીઓનો 'આ ગુનો' સાર્વજનિક થવો જોઈએ. પનામા સરકારને આ દસ્તાવેજમાં પનામાનું નામ સામેલ કરવા સામે સખત વાંધો હતો, તેથી ઘણા મીડિયા હાઉસે તેને 'મોસાક ફોન્સેકા પેપર્સ' પણ કહ્યું હતું.
પનામા પેપર્સમાં ભારતની કઇ મોટી હસ્તિઓના નામ?
બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન, તેમની વહુ ઐશ્વર્યા સહિત ભારતની લગભગ 300 હસ્તીઓના નામ પણ સામેલ હતા. બાકીના નામ પણ અભિનેતા અજય દેવગણ અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા અને કુખ્યાત ગુનેગાર ઈકબાલ મિર્ચીના નામ પર હતા. એટલું જ નહીં, ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેનું પણ તેમાં નામ હતું. આ સિવાય ડીએલએફના પૂર્વ સીઈઓ કુશલ પાલ સિંહ, ઈન્ડિયાબુલ્સના સમીર ગેહલોત અને લોકસત્તા પાર્ટીના દિલ્હી શાખાના ભૂતપૂર્વ વડા અનુરાગ કેજરીવાલનું નામ પણ સામે આવ્યું છે.
પનામા પેપર્સમાં સામેલ છે વૈશ્વીક હસ્તિઓના નામ
પનામા પેપર્સમાં સામેલ વૈશ્વિક ચહેરાઓના નામોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સહયોગી ફૂટબોલર લિયોન મેસ્સીનું નામ સામેલ છે. તે જ સમયે, આઇસલેન્ડના ભૂતપૂર્વ વડા પ્રધાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ, યુક્રેનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેન્કો અને સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદનો પણ સમાવેશ થાય છે. આટલું જ નહીં, તેમાં ટાઈગર વુડ્સ અને જેકી ચેન જેવી વિશ્વની હસ્તીઓના નામનો પણ ઉલ્લેખ છે. આરોપો અનુસાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પરિવારના સભ્યો પણ ઓફશોર એકાઉન્ટ સાથે જોડાયેલા છે અને યુકેના પૂર્વ પીએમ ડેવિડ કેમરોનના પિતાએ પણ તેના દ્વારા નાણાંનું રોકાણ કર્યું છે.