For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાંથી ભારતને ના તો ફાયદો અને ના તો નુક્સાન

By Super
|
Google Oneindia Gujarati News

obama
બેંગ્લોર, 7 નવેમ્બરઃ ફરી એક વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ચૂંટણી જીતીને ઇતિહાસ રચી દીધો છે. બરાક ઓબામાને કપરી ટક્કર આપનારા મિટ રોમનીને ઓબામાની તુલનામાં 203 ઇલેક્ટ્રોરલ વોટ મળ્યા છે, ઓબામાને 303 વોટ મળ્યા છે. અમેરિકામાં ઇતિહાસ રચનાર બરાક ઓબામાની જીત અંગે ભારત પર કેવો પ્રભાવ પડશે તે વિચારવા જેવી વાત છે.

ભારતના લોકો રોમની કરતા વધારે ઓબામાની જીત માટે પ્રાર્થના કરી રહ્યાં હતા, તેમની નજરમાં ઓબામા, રોમની કરતા સારા છે. ભારતીયોને લાગે છે કે ઓબામાની જીતથી જો ભારતને કોઇ ફાયદો નહીં થાય તો કોઇ નુક્સાન પણ જવાનું નથી, કારણ કે છેલ્લા ચાર વર્ષોમાં ઓબામાએ ભારત માટે કોઇ ફાયદો કર્યો નથી તો ભારતને કોઇ નુક્સાન પણ પહોંચાડ્યું નથી.

પરંતુ, એક વાત ચોંકાવનારી છે કે ઓબામાની નીતિઓ ભારતની અર્થવ્યવસ્થા વિરુદ્ધ છે, કારણ કે ઓબામાએ પોતાના આખા ચૂંટણી પ્રચારમાં સતત આઉટસોર્સિંગની વાત કરી છે, જે ભારત માટે એક ચિંતાનો વિષય છે. ભારતીય અર્થ શાસ્ત્રીઓનું કહેવું છે કે તેમને નથી લાગતું કે આ ભારત માટે ઘાતક છે, કારણ કે આઇટી કંપનીઓનો વ્યાપાર ભારતમાં એ રીતે ફેલાઇ ગયો છે કે જેને હટાવવો અમેરિકા માટે સહેલો નથી.

અમેરિકાનો બિઝનેસ અને ઇકોનોમી ઘણી બધી રીતે ભારતના બુદ્ધિમાન એન્જીનીયર્સ દ્વારા ચાલે છે. તેમને ઓછા ખર્ચે સારા એન્જીનીયર્સ માત્ર ભારત જ આપી શકે છે, તેથી જો ઓબામા પોતાના આઉટસોર્સિંગની વાત કરે છે તો પણ તેનાથી નુક્સાન ચીનને વધારે થશે કારણ કે તેની પાસે ખોવા માટે ઘણું બધુ છે જ્યારે ભારતને એવી સમસ્યા નથી, હાં આ એક ચિંતાનો વિષય છે પરંતુ કોઇ ગંભીર સમસ્યા નથી.

જ્યાં સુધી વિદ્યાર્થીઓની વાત છે તો તેમનું માનવું છે કે વિદેશી છાત્રોને મોટી સંખ્યામાં અમેરિકા બોલાવી અને સ્કોલરશીપ આપવાની અમેરિકાને જરૂર છે. જો કે આર્થિક સ્થિતિઓના કારણે વિદેશી છાત્રોને મળનારી સ્કોલરશીપમાં ઘટાડો થયો છે, પરંતુ આ ભારત માટે કોઇ ખતરો નથી, કારણ કે અત્યારે અમેરિકા જે સ્કોલરશીપ વિદેશી છાત્રોને આપે છે તે ભારતના હિસાબે સૌથી વધારે છે.

તેથી ઓબામાની જીત ભારતીયો માટે નુક્સાનકારક જણાતી નથી, પરંતુ આ જીતને ફાયદામાં બદલવા માટે ભારતીય નેતૃત્વને આગળ લાવવું જોઇશે જેતી ભારતના પ્રતિભાશાળી યુવાનો અને આઇટી ક્ષેત્રના મજબૂત એન્જીનીયર્સને આ જીતનો ફાયદો મળી શકે.

English summary
What Barack Obama's Victory Means for India. I think it a second term for Obama would be good for India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X