For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ઇમરાન ખાનના પીએમ બનવાથી ભારત પર કેવી અસર પડશે

પાકિસ્તાન ઈલેક્શન પરિણામોમાં ઇમરાન ખાનની પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. શરૂઆતી રૂઝનોમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ 119 સીટો સાથે આગળ ચાલી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન ઈલેક્શન પરિણામોમાં ઇમરાન ખાનની પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. શરૂઆતી રૂઝનોમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ 119 સીટો સાથે આગળ ચાલી રહી છે. જેનાથી સાફ દેખાઈ રહ્યું છે કે ઇમરાન ખાન આવનારા સમયમાં પાકિસ્તાનની દોર સંભાળશે. પરંતુ સવાલ છે કે તેનાથી ભારત પર કેવી અસર પડશે. બંને દેશોની જનતાના દિમાગમાં આ સવાલ ચોક્કસ ચાલી રહ્યો હશે.

સેનાના પોસ્ટર બોય છે ઇમરાન ખાન

સેનાના પોસ્ટર બોય છે ઇમરાન ખાન

આ ગંભીર મામલે વિદેશી મામલે જાણકાર કમર આગા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જ્યાં સુધી કાશ્મીરનો સવાલ છે તો પાકિસ્તાનની નીતિ એવી જ હશે જે પાકિસ્તાનની સેના નક્કી કરશે. એમ પણ પાકિસ્તાનમાં ઇમરાન ખાન વિશે કહેવામાં આવે છે કે તેઓ સેનાના પોસ્ટર બોય છે. તેઓ એવું જ કરે છે જે સેના તમને કરવા માટે કહે છે. ઈલેક્શન રેલીમાં ઇમરાન ખાન કહી ચુક્યા છે કે તેઓ સેના સાથે મળીને કામ કરશે.

ભારત પાકિસ્તાન સાથે વાત નહિ કરે કારણકે...

ભારત પાકિસ્તાન સાથે વાત નહિ કરે કારણકે...

પાકિસ્તાન હંમેશા કાશ્મીર મુદ્દો ભડકાવી રહ્યું છે. તેવી પરિસ્થિતિમાં ઇમરાન ખાન અને સેના કાશ્મીર મુદ્દો કેવી રીતે ઉકેલે છે તે એક મોટો સવાલ છે. પરંતુ ભારત સાફ કહી ચૂક્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાનમાં આતંક છે ત્યાં સુધી તેઓ વાતચીત નહીં કરી શકે. એવી પરિસ્થિતિમાં જો પાકિસ્તાનને ભારત સાથે વાતચીત કરવી હોય તો તેમને આતંકવાદ ખતમ કરવો પડશે.

પીટીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ભારત સાથે શાંતિપૂર્વક સંબંધ ઈચ્છે છે

પીટીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ભારત સાથે શાંતિપૂર્વક સંબંધ ઈચ્છે છે

ધ્યાન આપવા જેવી બાબત છે કે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ઘ્વારા તેમના ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની પાર્ટી ભારત સાથે શાંતિપૂર્વક સંબંધ ઈચ્છે છે અને તેઓ વાતચીત ઘ્વારા સમસ્યા ઉકેલશે. કાશ્મીર મામલે તેઓ પોતાનો પક્ષ સંયુક્ત રાષ્ટ્ર સામે રાખશે.

નવાઝ શરીફે ભારત સાથે દોસ્તી જ નિભાવી

નવાઝ શરીફે ભારત સાથે દોસ્તી જ નિભાવી

વોટ નાખ્યા પછી ઇમરાન ખાને પોલિંગ બૂથ બહાર પોતાના સમર્થકોને સંબોધિત કરતા કહ્યું કે નવાઝ શરીફે ભારત સાથે જ દોસ્તી જ નિભાવી અને તેમને પાકિસ્તાન આર્મીને કમજોર કરી. જો હું પીએમ બનીશ તો દેશની વૃદ્ધિ માટે જ વિચારીશ બીજા કોઈ માટે નહીં.

English summary
what changes in india if imran khan becomes prime minister in pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X