Arvind Kejriwal: તપાસ એજન્સી ખંડણી વસૂલવાનુ રેકેટ પણ ચલાવે છે.., જાણો સીએમે પોતાની સફાઈમાં બીજુ શું કહ્યુ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલને ગુરુવારે દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડ સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં રાહત મળી નથી. રાઉસ એવન્યુ કોર્ટે કેજરીવાલની કસ્ટડી 1 એપ્રિલ સુધી લંબાવી છે. જો કે આ કેસની સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે લગભગ સાત મિનિટ સુધી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હી સરકારે એક્સાઈઝ પૉલિસી બનાવતી વખતે કોઈ કૌભાંડ કર્યું નથી અને ન તો કોઈ કૌભાંડ થયું છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો ઉદ્દેશ્ય આદમી પાર્ટીને નષ્ટ કરવાનો છે.

સીએમ કેજરીવાલે કહ્યું કે ઈડી પાસે મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી, તેઓ મને ગમે તેટલા દિવસો સુધી કસ્ટડીમાં રાખી શકે છે. અમે ઈડીના રિમાન્ડનો વિરોધ નથી કરી રહ્યા. આ સાથે કેજરીવાલે આરોપ લગાવ્યો કે ઈડી આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. તપાસ એજન્સી પૈસા વસૂલવા માટે ખંડણીનું રેકેટ પણ ચલાવી રહી છે.
તમને જણાવી દઈએ કે ગુરુવારે એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એસવી રાજુ ઈડી વતી હાજર થયા હતા. તેમણે કેજરીવાલ પર નવો આરોપ લગાવ્યો હતો કે તેઓ આ મામલામાં તપાસમાં સહકાર નથી આપી રહ્યા. કેજરીવાલે હજુ સુધી પોતાના એકાઉન્ટનો પાસવર્ડ શેર કર્યો નથી, તેથી ED પાસે ડિજિટલ ડેટા નથી. આ સાથે ઈડીના વકીલે આરોપ લગાવ્યો છે કે સીએમ કેજરીવાલે હજુ સુધી ઈડીને આવકવેરા રિટર્ન સંબંધિત દસ્તાવેજો આપ્યા નથી.
આ સાથે એસવી રાજુએ કહ્યું કે ઇડી હજુ પણ ઇચ્છે છે કે કેટલાક લોકો સાથે કેજરીવાલનો સામનો કરાવા ઈચ્છે છે. આ સિવાય AAPએ ગોવા વિધાનસભા ચૂંટણીમાં દારૂ નીતિ કૌભાંડમાં પૈસાનો ઉપયોગ કર્યો છે. આ સંદર્ભમાં ઈડી ગોવાથી આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારોના નિવેદનો નોંધી રહી છે. તેથી કેજરીવાલના રિમાન્ડ વધુ લંબાવવા જોઈએ. ઈડીની માંગ પર કોર્ટે કેજરીવાલના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
