For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધીએ પીએમ મોદીને પૂછ્યું- લૉકડાઉન 3.0 પનો છીશું પ્લાન છે?

સોનિયા ગાંધીએ પીએમ મોદીને પૂછ્યું- લૉકડાઉન 3.0 પનો છીશું પ્લાન છે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બુધવારે બેઠક કરી લૉકડાઉનની સ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર જોરદાર હુમલો બોલ્યો. સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો કે, 17 મે બાદ શું પ્લાન છે? આની સાથે જ તેમણે પૂછ્યું કે, કેન્દ્ર સરકારે કયા આધારે લૉકડાઉન 3 લાગૂ કર્યું હતું.

લૉકડાઉન પર સોનિયા ગાંધીએ સરકારને ઘેરી

લૉકડાઉન પર સોનિયા ગાંધીએ સરકારને ઘેરી

મુખ્યમંત્રીઓ સાથે બુધવારે થયેલી બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે 17 મે બાદ દેશમાં શું થશે અને 17 મે બાદ કેવી રીતે થશે? લૉકડાઉન કેટલો સમય રહેશે તે નક્કી કરવાનો સરકારનો માપદંડ શું છે. લૉકડાઉન 3.0 બાદની તેમની પાસે શું રણનીતિ છે. ખેડૂતોને લઈ સોનિયા ગાંધીએ કહ્યું કે, અમે આપણા ખેડૂતોનો ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતોનો આભાર માનીએ છીએ જેમણે તમામ સમસ્યાઓ છતાં ઘઉંનું શાનદાર ઉત્પાદન કર્યું અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી.

લૉકડાઉન 3.0 પછીનો શું પ્લાન છેઃ મનમોહન સિંહ

લૉકડાઉન 3.0 પછીનો શું પ્લાન છેઃ મનમોહન સિંહ

આ બેઠકમાં સામેલ પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે સરકાર પાસે લૉકડાઉન 3.0 પછીનો શું પ્લાન છે તે અમે બધા જાણવા માંગીએ છીએ. રાજ્યોના મુખ્યમંત્રીઓને લૉકડાઉનના ત્રીજા બક્કા બાદની રણનીતિ વિશે માલૂમ હોવું જોઈએ. આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે આર્થિક સંકટ સામે લથડીયાં ખાઈ રહેલ રાજ્યોને તાત્કાલિક સહાયતાની જરૂરત છે. જ્યારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે દિલ્હીમાં બેઠેલા લોકો જમીની હકીકત જાણ્યા વિના કોવિડ 19નું જોન નક્કી કરી રહ્યા છે, આ ચિંતાની વાત છે.

ગેહલોતે મોદી સરકાર પર આરોપ લગાવ્યો

બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, જ્યાં સુધી વ્યાપક પ્રોત્સાહન પેકેજ આપવામાં ના આવે ત્યાં સુધી રાજ્યો અને દેશ કેવી રીતે ચાલશે? બેઠકમાં ગેહલોતે જણાવ્યું કે લૉકડાઉન લાગૂ થયું ત્યારથી અમે 10 હજાર કરોડનું રાજસ્વ ગુમાવી દીધું છે. ગેહલોતે આરોપ લગાવ્યો કે તેમણે રાજ્યોના પેકેજ માટે વડાપ્રદાનને અનુરોધ કર્યો હતો પરંતુ તેમણે અમારી વાત સાંભળી નથી.

ઝોનમાં વહેંચવાના ફેસલા પર સવાલ ઉઠાવ્યા

ઝોનમાં વહેંચવાના ફેસલા પર સવાલ ઉઠાવ્યા

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે અમે 2-2 સમિતિની રચના કરીછે. એક લૉકડાઉનના એક્ઝિટ પ્લાન માટે બનાવવામાં આવી છે, જ્યારે બીજી આર્થિક પુનરુદ્ધાર વિશે રણનીતિ બનાવવા પર કામ કરી રહી છે. અમરિંદર સિંહે કહ્યું કે દિલ્હીમાં બેઠેલા લોકો જમીની હકિકત જાણ્યા વિના ઝોનના હિસાબે ફેસલા લઈ રહ્યા છે. જ્યારે પોંડીચેરીના મુખ્યમંત્રી નારાયણસામીએ પણ કેન્દ્ર સરકાર તરફતી રાજ્યના જિલ્લાઓને ઝોનમાં વહેંચવાના ફેસલા પર સવાલ ઉઠાવ્યા.

વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા દુનિયાની સૌથી મોટી યોજના, 10 પોઈન્ટમાં સમજોવિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા દુનિયાની સૌથી મોટી યોજના, 10 પોઈન્ટમાં સમજો

English summary
What criteria is Govt of India using to judge how long the lockdown is to continue: Sonia Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X