બીજેપીએ દિલ્હીને કચરા સિવાય શું આપ્યુ? આ વખતે AAP ને મત આપો-કેજરીવાલ
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કચરાને લઈને સતત રાજનીતિ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગાઝીપુર લેન્ડફિલની મુલાકાતે પણ પહોંચ્યા હતા.
નવી દિલ્હી : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કચરાને લઈને સતત રાજનીતિ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગાઝીપુર લેન્ડફિલની મુલાકાતે પણ પહોંચ્યા હતા. આ પછી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સ્વચ્છતા અને કચરાનો મુદ્દો ઉઠાવીને ભાજપ પર સતત પ્રહારો કરી રહી છે. અરવિંદ કેજરીવાલે ગાઝીપુર લેન્ડફિલ પરથી સભાને સંબોધિત કરી બીજેપી પર પ્રહારો કર્યા હતા.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મારી બીજેપી સમર્થકોને અપીલ છે, થોડુ વિચારો. બીજેપીએ ગંદકી અને કચરા સિવાય દિલ્હીને શું આપ્યુ છે? એક વખત બીજેપીને ભુલીને અમને વોટ આપો. અહીં તમને જણાવી દઈએ કે દિલ્હી એમડીસી ઈલેક્શનને લઈને હવે રાજનીતિ તેજ થઈ રહી છે.
કેજરીવાલે કહ્યું કે, આ વખતે ઈલેક્શન દિલ્હીની સ્વચ્છતા પર થશે. બધા લોકો ભાજપના લોકોના ધરે જાવ, તેમની સાથે લડશો નહીં, તેમના દિલ જીતવાના છે. દિલ્હીમાં બીજેપીનો એક પણ વ્યક્તિ નહીં હોય, દરેકના દિલ જીતી લો. બધાને એમ જ કહેવાનું છે કે, તેમણે કશું આપ્યું નથી, 15 વર્ષ સુધી મતદાન કર્યા પછી જોયું. હવે કેજરીવાલને એક તક આપો અને જુઓ.
કેજરીવાલે કહ્યું કે, જો અમે 5 વર્ષમાં દિલ્હીને સાફ ન કરીએ તો આગલી વખતે અમને વોટ ન આપતા. જરીવાલે આરોપ લગાવ્યો કે પંજાબ બાદ જ્યારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની હતી ત્યારે તેમણે ચૂંટણી સ્થગિત કરી દીધી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે હું દિલ્હીના લોકોને, મારી માતા-બહેનો અને વડીલોને પૂછવા માંગુ છું કે તમારા પુત્રએ સારી શાળાઓ અને હોસ્પિટલો બનાવી છે, વૃદ્ધો માટે તીર્થસ્થાનો બનાવ્યા છે. આ લોકો અહીં આવીને તમારા પુત્ર સાથે દુર્વ્યવહાર કરે છે. શું તમે લોકો આ અત્યાચારો સહન કરશો?












Click it and Unblock the Notifications
